તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:નવસારી રેડક્રોસની ઘડીયાળને કાંટે ચાલતા સેવાયજ્ઞથી પ્રભાવિત થયો છું : મુખ્ય ન્યાયધીશ

નવસારી24 દિવસ પહેલા
  • કૉપી લિંક

રેડક્રોસ નવસારી જિલ્લા શાખાની ઘડિયાળના કાંટે ચાલતી રક્તદાન પ્રવૃત્તિ સાથે એઇડસ અવેરનેસ પ્રાથમિક સારવારના વર્ગો, વિદ્યાર્થીઓ માટે જૂનિયર-યુથ રેડક્રોસ-ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે બ્લડ બેંકના અદ્યતન સાધનો અને તજજ્ઞ ટેકનિશિયનોની કામગીરી તથા સમાજમાં આ બધા કામો માટે પદાધિકારી સમય આપે આ બધાથી પ્રભાવિત થયો છું.

ઉપરોક્ત શબ્દો નવસારી જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન બી.એન. મક્વાણાએ રેડક્રોસ નવસારીમાં યોજાયેલ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના કાનૂની સેવા શિબિરમાં જણાવ્યાં હતા. વધુમાં ઉમેર્યું હતું કે કાનૂની સેવા સત્તા મંડળના માધ્યમે સમાજમાં વાર્ષિક આવક 1 લાખની અંદરના પરિવારો તથા અસહાય નબળા વર્ગના લોકોને કાનૂની સેવા પ્રક્રિયાની જાણકારી આપી કાનુની સેવા વિનામૂલ્યે આપવામાં આવે છે તથા નાના બાળકો ઉપર બળાત્કારોના કિસ્સામાં ભોગ બનનાર પીડિત પરિવારને પણ આર્થિક સહાય આપવામાં આવે છે.

ચીફ જયુડિશિયલ મેજીસ્ટ્રેટ એમ.એ.શેખે પણ રેડક્રોસ નવસારીના સંવેદનાસભર કામોની સરાહના કરી હતી. પ્રારંભમાં ડો. અતુલ વી.દેસાઇએ રેડક્રોસ નવસારીના વિશાળ ફલક ઉપર થતી વિવિધ પ્રવૃત્તિઓ તથા બ્લડ સ્ટોરેજ સેન્ટરોની જાણકારી આપી બી.એન.મકવાણાનું અભિવાદન કર્યું હતું. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધિક્ષક અંબાલાલ કસ્સાએ પણ કાનૂની સેવા શિબિરની કાર્યવાહીની માહિતી આપી રક્તદાન શિબિરનું આયોજન કરવા પ્રતિબદ્ધતા જાહેર કરી હતી.

પેનલ એડવોકેટ રશ્મીબેન હળપતિ, પ્રદીપભાઈ એડવોકેટ પારા લીગલ વોલિન્ટીયર ચેતના દેસાઇ વગેરેનું અભિવાદન રેડક્રોસ નવસારીના પદાધિકારીઓ તુષારકાંત દેસાઇ, કેરસી દેબુ, કે.ડી.દેસાઈએ કર્યું હતું. સહમંત્રી પ્રા. જશુભાઈ નાયકે આ કાનૂની સેવા શિબિરનું સંચાલન કરી ઋણ સ્વીકાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...