પૂર્વ પત્નીને મારમાર્યો:ચીખલીમાં છૂટાછેડા થયા બાદ પુત્રએ પિતા સાથે વાતચીત ન કરતાં ઉશ્કેરાયેલા પતિએ પૂર્વ પત્ની પર હુમલો કર્યો

નવસારી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ પત્નીને માથાના ભાગે માર મારતા તબીબી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી

ચીખલી તાલુકાના ચિતાલી ગામે રહેતી પાયલ પ્રવિણ પટેલના લગ્ન 2011માં નવસારીના વિજલપાર ખાતે રહેતા દિપક ભીખુ પટેલ સાથે થયા હતા. બંનેના લગ્ન જીવન દરમિયાન સંતાનમાં હાર્દિક નામનો દીકરો છે. સુખી સંસાર દરમ્યાન પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડો શરૂ થતા વર્ષ 2020માં દંપતીએ છૂટાછેડા લઈ લીધા હતા. ત્યારે દીકરો હાર્દિક માતા સાથે રહે છે. આ દરમિયાન 3જી મેના રોજ પૂર્વ પતિ દીપકે પુત્ર હાર્દિક સાથે વાત કરવા ઘરે આવતા પુત્રએ વાતચીત ન કરતા તે ઉશ્કેરાયો હતો અને પૂર્વ પત્ની ઉપર હુમલો કર્યો હતો. જેથી સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

રાત્રિના અગિયાર વાગ્યે પૂર્વ પતિ દીપક પટેલ તેના પુત્ર હાર્દિકને મળવા આવ્યો હતો. તે સમયે માતા અને પુત્ર ઊંઘતા હતા. ત્યારે તેના પુત્ર હાર્દિકને બોલાવતા તેની સાથે વાતચીત ન કરતા તે બાબતે દીપકને મનદુઃખ થતાં હાર્દિક મારી સાથે કેમ બોલતો નથી કહી ગુસ્સામાં આવી પૂર્વ પત્ની સાથે ગાળાગાળી કરી અને ધમકી આપી હતી. સાથે આજે તો હું તને બતાવી ને જઈશ તેમ કહી ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દેતાં પત્ની દરવાજો ખોલી નાખી બહાર જતા રહેવા કહ્યું હતું, પણ પૂર્વ પતિ દિપકને પુત્રનો કબ્જો જોઈતો હોય પૂર્વ પત્ની સાથે બોલાચાલી તેમજ ગાળાગાળી કરી ઝઘડો કરવા લાગ્યો હતો.

આ ઉપરાત પૂર્વ પત્નીને મારમારી નટ બોલ્ટ ખોલવાના પાનાંથી માથાના ભાગે માર મારતા તેણીને તબીબી સારવાર માટે ટાંકલ સીએચસી ખાતે લઈ જવામાં આવી હતી. દીપક પટેલ દ્વારા અગાઉ પણ કેટલીકવાર ઝઘડો તકરાર થતાં પાયલને માર મારી હતી. પાયલ પટેલે દિપક વિરુદ્ધ ચીખલી પોલીસમાં અરજી કરી હતી પણ પોલીસે આ કેસમાં ખાસ કોઈ રસ ન દાખવતા મહિલાએ કેસ દાખલ કરાવવા માટે દબાણ કરતા આખરે પોલીસે 3જા દિવસે પતિ દીપક વિરૂદ્ધ FIR દાખલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...