કોરોના અપડેટ:કુંભાર ફળિયા ગામે પત્ની બાદ પતિ પણ સંક્રમિત

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારી જિલ્લામાં વધુ 1 પોઝિટિવ
  • એક્ટિવ​​​​​​​ કેસ 30, 6 જણા હોસ્પિટલમાં

નવસારી જિલ્લામાં સોમવારે કોરોનાનો 1 પોઝિટિવ કેસ નોંધાયો હતો. કુંભાર ફળિયામાં પત્ની બાદ પતિ પણ સંક્રમિત થયા હતા. નવસારી તાલુકાના કુંભાર ફળિયા ગામે 17મીએ મહિલા કોરોના સંક્રમિત થઈ હતી..બે દિવસ બાદ સોમવારે તેના 45 વર્ષીય પતિનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. વધુ 1 કેસની સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 7335 થઈ હતી.

કોરોનાની સારવાર લઈ રહેલ 2 દર્દી રિકવર પણ થયા હતા, જેની સાથે કુલ રિકવર સંખ્યા 7110 થઈ હતી. એક્ટિવ કેસ 30 રહ્યા છે, જેમાં 6 દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે 24 જણા હોમ આઇસોલેશનમાં જ છે.

વધુ 4094ને રસી અપાઇ
જિલ્લામાં રવિવારે ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને કોવિડ રસીકરણ ખૂબ ઓછું થયા બાદ સોમવારે 4094 જણાએ રસી લીધી હતી,જેમાં બીજો ડોઝ 3666 જણાએ અને પહેલો ડોઝ 428 જણાએ લીધો હતો.તાલુકાવાર રસીકરણ જોઈએ તો નવસારીમાં 603,જલાલપોરમાં 575, ગણદેવીમાં 339, ચીખલીમાં 1007,ખેરગામમાં 90 અને વાંસદા તાલુકામાં 1480 ને રસી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...