તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Hundreds Of Activists Gathered In The City Congress To Protest The Price Hike, Including Fuel, And Gathered Home In Ten Minutes.

ઔપચારિક વિરોધ:ઇંધણ સહિતના ભાવ વધારાનો વિરોધ કરવા માટે શહેર કોંગ્રેસ પાલિકામાં ભેગા થયા ગણ્યાગાંઠ્યા કાર્યકરો, દસ મિનિટમાં ઘર ભેગા થયા

નવસારી3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જુના જોગીઓએ પેટ્રોલ પંપ પર જઈને વિરોધ કરવા કહ્યું પણ શહેર પ્રમુખે ના કહ્યું

હાલમાં રાજ્યવ્યાપી કોંગ્રેસ પક્ષ સરકારની નીતિનો વિરોધ કરીને પેટ્રોલ-ડીઝલ સહિતના અન્ય જરૂરી ચીજવસ્તુઓમાં આવેલા ધરખમ ભાવ વધારાનો વિરોધ કરી રહ્યું છે. ત્યારે નવસારી શહેર કોંગ્રેસ દ્વારા પણ પાલિકા કચેરી બહાર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને ભાવ વધારો ઘટાડવા માંગ કરવામાં આવી છે.

પ્રદર્શનમાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ પણ સપાટી પર આવ્યો

સમગ્ર વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ પણ સપાટી પર આવ્યો હતો. જેમાં વિરોધ પ્રદર્શન માત્ર ગણ્યાગાંઠયા કાર્યકરો ભેગા થયા હતા. અને માત્ર કરવા ખાતર વિરોધ કર્યો હોય તેવો ઔપચારિક વિરોધ કરીને કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો. વિરોધ પ્રદર્શન કરવા આવેલા જુના જોગી ના મત મુજબ બાજુમાં આવેલા પેટ્રોલપંપ પર જઈને વિરોધ કરવું જોઈએ તેવી માંગ કરી હતી. ત્યારે શહેર પ્રમુખ નીરવ નાયકે પેટ્રોલ પંપ પર જવા માટે નનૈયો ભણ્યો હતો. અને માત્ર નગરપાલિકાની બહાર વિરોધ પ્રદર્શન કરીને કાર્યક્રમ સમેટી લેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...