માનવતાનું કાર્ય:એકલી રહેતી વૃદ્ધાના ઘરે જઇ પ્રકૃતિ ટ્રસ્ટ દ્વારા માનવતાનું કાર્ય

નવસારી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદમાં બેડ પલળી જતા વૃદ્ધા ઘણા દિવસથી સુતી ન હતી

નવસારીના ગાર્ડા ચાલમાં રહેતી અને એકલવાયુ જીવન ગાળતી 82 વર્ષની વૃદ્ધાના ઘરમાં વરસાદને કારણે ઘરમાં પાણી પડવાથી ઘરનો સામાન પલળી ગયો હતો અને ઘરે તૂટેલા ખાટલા પર પ્લાસ્ટીક પાથરીને સુતા હતા. જેની જાણ થતાં સ્વીકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના હોદ્દેદારોને થતા તેઓ આ વૃદ્ધાના ઘરે જઈ ઘર ની સાફસફાઈ કરી અને નવા બેડ, ગાદલા ટ્રસ્ટ દ્વારા આપવામાં આવ્યા હતા.

સ્વીકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રકૃતિ કુંવર મહેતાએ માહિતી આપતા જણાવ્યું કે તેમને ખબર પડી કે સ્ટેશન નજીક આવેલ ગાર્ડા ચાલમાં 82 વર્ષીય એકલી વૃદ્ધા ધનુબેન ગોહિલ રહે છે. વરસાદના કારણે તેમના ઘરમાં ભેજ લાગવાને કારણે ઘરનો તમામ સામાન ખરાબ થઈ ગયો હતો. અમે તેમના ઘરે ગયા અને ઘરની સાફસફાઈ કરી અને બેડ પણ તૂટી ગયેલો અને તેની ઉપર પાથરવાનું કંઈ નહીં હોય આ વૃદ્ધાના ઘરે જઈ સફાઈ કરી, નવો બેડ અને ગાદલા સહિત અન્ય વસ્તુઓનું પણ વિતરણ કર્યું હતું.

તેમના ઘરની સફાઈ, નવા બેડ અને વસ્તુઓ જોઈને વૃદ્ધાના આંખમાં આંસુ આવી ગયા હતા. વૃદ્ધાએ કિન્નર સંચાલિત ટ્રસ્ટને દુઆ આપી હતી. સ્વીકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટમાં જોડાવા માગતા હોય અને મદદ કરવા માંગતા હોય તેઓએ સંપર્ક કરવા કિન્નર પ્રમુખ પ્રકૃતિ કુંવર મહેતાએ અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...