તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:નવસારી જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા હોસ્પિટલના બેડ ફૂલ થવા લાગ્યા, તંત્ર આંકડા છુપાવતું હોવાના આક્ષેપ

નવસારી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાયન્સ હોસ્પિટલે તો બેડ ફૂલ થયાનું બોર્ડ લગાવવું પડ્યું

રાજ્યના મોટા શહેરોની માફક હવે નાના શહેરોમાં પણ કોરોનાનું સંક્રમણ ભયાનક રીતે વધી રહ્યું છે. તેમાં નવસારી જિલ્લો પણ બાકાત નથી રહ્યો. નવસારી શહેર અને જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો થતા હોસ્પિટલમાં બેડ ફૂલ થવા લાગ્યા છે.

એક હોસ્પિટલે તો બેડ ફૂલ હોવાનું બોર્ડ માર્યુ નવસારીની લાયન્સ હોસ્પિટલમાં બેડ ફૂલ થઈ જતા મેનેજમેન્ટ તરફથી હોસ્પિટલમાં જગ્યા ના હોવાનું બોર્ડ મારવાની ફરજ પડી છે. ત્યારે લોકોમાં હાલ એ વાતને લઈ ચિંતા છે કે, આગામી દિવસોમાં સંક્રમણ વધશે તો શું થશે? નવસારીમાં પ્રશાસન કોરોનાના આંકડા પણ છુપવાતું હોવાના લોકો આક્ષેપ કરી રહ્યા છે.

નવસારીમાં આજે 17 કેસ નોંધાયા હતા તો 14 દર્દીઓ ડીસ્ચાર્જ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો