વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ:ગૃહ મંત્રી અને આરોગ્યમંત્રીએ ચીખલીના ખુંડવેલમાં PMના કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ સુરક્ષાની જાત તપાસ કરી

નવસારી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડાપ્રધાન મોદી કાલે નવસારીની મુલાકાતે આવી રહ્યા છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે નવસારી જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. ચીખલીના ખુંડવેલ ખાતે વડાપ્રધાનનો કાર્યક્રમ યોજાવાનો છે. ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત પુરવઠા મંત્રી નરેશ પટેલએ સ્થળ મુલાકાત લીધી હતી. તેમની સાથે રાજ્યના સચિવો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા અને સુરક્ષાની જાત તપાસ કરી હતી. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોડો રૂપિયાના વિકાસના કામોની ભેટ આપશે. ત્યારે કરોડો રૂપિયાની પાણીની યોજના લોકો માટે ઉપયોગી બનશે તેવી વાત આરોગ્ય મંત્રી અને ગૃહમંત્રી એ કરી હતી. આ કાર્યક્રમ સ્થળ પોલીસ છાવણીમાં ફેરવાયું છે.

વડપ્રધાન નરેન્દ્ર મોદી કરોડો રૂપિયાની યોજનાઓનું ખાતમુર્હત અને લોકાર્પણ કરશે. 2151 કરોડની કુલ યોજનાઓનું ખાતમુહુર્ત થવાનું છે. જેમાં 1510 કરોડની પાણીની યોજના, માર્ગ મકાન વિભાગની 98 કરોડની યોજના, આરોગ્ય વિભાગના 542 કરોડના કામોનું ખાતમુહુર્ત કરાશે. લોકાર્પણની વાત કરવામાં આવે તો રૂપિયા 901 કરોડના કામોનું લોકાર્પણ થશે. જેમાં 749 કરોડની પાણીની યોજના, 85 કરોડની ઊર્જા યોજના, 46 કરોડ માર્ગ મકાનની યોજના અને રૂપિયા 20 કરોડના શહેરી વિકાસના કામોનું લોકાર્પણ થશે.

આ કાર્યક્રમમાં 7 રશિયન કેટેગરીના ડોમ બનાવવામાં આવ્યાં છે જે ફાયર અને વોટરપ્રૂફ બનાવાયા છે. ડોમના એક છેડેથી બીજા છેડે જવા માટે આશરે 1 કિલોમીટરનું અંતર કાપવું પડશે. 5 જિલ્લાઓમાંથી આવનાર લોકો માટે પાર્કિગની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. ડોમથી પાર્કિંગ આશરે દોઢ કિલોમીટર દુર છે. આ ડોમમાં આરોગ્યલક્ષી સેવાઓ પણ ઉપસ્થિત રહેશે. જેમાં 7 ડીસ્પેન્સરી રાખવામાં આવશે. કાર્યક્રમ સ્થળના ડોમથી 500 થી 700 મીટરના કેટલાક વિસ્તારને પ્રતિબંધિત જાહેર કર્યા છે.

આ કાર્યક્રમની સુરક્ષા માટે 16 IPS,1 IFS,132 DYSP, 32 PI, 191 PSI, 1718 ASI, અને 10 નાયબ કલેક્ટર, 962 વુમન પોલીસ, 4 ડ્રોન કેમેરા, ASI HC અને PC મળીને 1718 અધિકારીઓ સહિતનાઓ બંદોબસ્તમાં રોકાશે. પાર તાપી નર્મદા લિંગ પ્રોજેક્ટને લઇને જો કોઈ વિરોધ પ્રદર્શન થાય તો તેની માટે પણ પોલીસે પોતાની ઇન્ટેલિજન્સ ટીમ તૈયાર રાખી છે.

અન્ય સમાચારો પણ છે...