બંધ મકાનનાં તાળાં તૂટ્યાં:નવસારીની દર્પણ સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા, સોનાના દાગીના સહિત 2.34 લાખની મત્તા લઈને ફરાર

નવસારી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ

નવસારી જિલ્લા સહિત શહેરમાં હાલમાં તસ્કરો બંધ ઘરોને નિશાન બનાવી રહ્યા છે. જેમાં નવસારીના છાપરા રોડ પર તુલસીવનમાં આવેલી દર્પણ સોસાયટીમાં ઘરફોડ ચોરીની ફરિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જેમાં 6 જૂનથી 8 જૂનની વચ્ચે ચોર બંધ ઘરમાં પ્રવેશીને બેડરૂમમાંના કબાટને કોઈ સાધન વડે તોડીને તેમાં મુકેલા સોનાના દાગીના તથા ચાંદીના સિક્કા મળી કુલ 90 હજાર 500 તથા જુદા જુદા દરની ચલણી નોટો રૂપિયા 1 લાખ 44 હજાર મળીને કુલ 2.34 લાખની ચોરી કરી ફરાર થયા છે.

સીસીટીવી કેમેરા અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લેવાઇ

મૂળ નવસારીના અને મુંબઈ ખાતે નોકરી કરતા જીતેન્દ્ર રાઠોડ પોતાના છાપરા રોડના મકાનમાં આવતા જતાં રહે છે.ત્યારે કોઈ વ્યક્તિએ રેકી કરીને જાણકારી મેળવીને ઘરફોડ ચોરી કરી હોવાનો અંદાજ સેવવામાં આવી રહ્યો છે. ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં પીએસઆઈ એસ.એચ.ભુવા સમગ્ર કેસની તપાસ કરી રહ્યા છે અને સાથે જ સીસીટીવી કેમેરા અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લઈને ચોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

શહેરમાં ઘરફોડ ચોરીના બનાવો વધ્યા

છેલ્લાં અનેક સમયથી નવસારી શહેરમાં ઘરફોડ ચોરીના બનાવો વધ્યા છે, ત્યારે ચોરો પોલીસ પડકારરૂપ બન્યા છે. ઘણા ખરા કેસમાં ડિટેક્શન પણ આવ્યું છે. ત્યારે પોલીસે ચોરીની ઘટના પર લગામ કસવા માટે વધુ પેટ્રોલિંગ અને હ્યુમન ઇન્ટેલિજન્સ નેટવર્ક મજબૂત કરવાની જરૂર ઉભી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...