સર્વોદયથી સંસદ સુધી:હિન્દુ પોતાનું મંદિર હિન્દુસ્તાનમાં નહીં બનાવશે તો ક્યાં પાકિસ્તાનમાં બનાવશે? : સંજય સિંહ

નવસારી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારીમાં રાધા-કૃષ્ણનું મંદિર તોડવા બાબતે લોકોના મનમાં આક્રોશ

નવસારીના સર્વોદયનગર સોસાયટીના મુદ્દો રાજ્યસભા સુધી પહોંચી ચુક્યો છે, દરેક રાજકીય પાર્ટીઓ કોઇના કોઇ મુદ્દે રાજકીય લાભ લઇ રહી છે. તેવામાં આપના સાંસદ સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક ભાજપ સરકાર તથા ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી. આર. પાટીલ પર આકરા પ્રહાર કર્યા હતા અને આ મુદ્દે માફી માંગી રાધા-કૃષ્ણ મંદિરનું તેજ જગ્યા પર નિર્માણ કરવાનું જણાવ્યું છે. આ સાથે જ જે અધિકારીઓ પર કડકમાં કડક કાર્યવાહી કરવા પણ માગ કરી છે.

સંજય સિંહે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી બિલ્ડર લોકો માટે જ કામ કરે છે. જ્યારે બિલ્ડરને ફાયદો પહોંચાડવાનો સમય આવે ત્યારે ભગવાન પણ ભાજપ માટે મહત્વ નથી રાખતા. એક બિલ્ડરના ઇશારે ભાજપના નેતાઓએ રાધા-કૃષ્ણના મંદિર પર બુલડોઝર ચલાવી દીધું. જ્યારે ત્યાં હાજર મહિલાઓ અને પુરુષો વિરોધ કરવા આવ્યા ત્યારે મહિલાઓને માર મારવામાં આવ્યો. માત્ર મહિલા પોલીસ દ્વારા જ નહીં પણ પુરૂષ પોલીસ દ્વારા પણ મહિલાઓને પણ માર માર્યો. રાધા-કૃષ્ણનું મંદિર તોડવા બાબતે લાખો-કરોડો લોકોના મનમાં આક્રોશ છે.

અમે ભારતીય જનતા પાર્ટીના લોકોને પુછવા માંગીએ છીએ કે, હિન્દુ પોતાનું મંદિર હિન્દુસ્તાનમાં નહીં બનાવશે તો ક્યાં પાકિસ્તાનમાં બનાવશે મંદિર? ભાજપની હિન્દુઓ સાથે શું દુશ્મની છે કેમ મંદિર તોડવામાં આવ્યું? આ સાથે જ મને એ પણ જાણવા મળ્યું કે મંદિર તુટવાની સમગ્ર ઘટના ભાજપના નેતાઓ વિડીયો કોલ થકી લાઇવ જોઇ રહ્યાં હતા કે કેવી રીતે મંદિર તોડવામાં આવી રહ્યું છે. આ અંગે સંજય સિંહે સંસદમાં 267ની નોટીસ પણ આપી હતી અને ત્યાં પણ માગ કરી હતી કે આ ઘટનાને સામાન્ય ઘટના સમજવામાં ન આવે અને આ બાબતે સદનમાં ચર્ચા કરવામાં આવે. જોકે સભાપતિ દ્વારા તેમને મંજૂરી આપવામાં આવી ન હતી.

સર્વોદય નગર સોસાયટીમાં મંદિર તૂટવા, મહિલાઓ અને બાળકો પર બળપ્રયોગ બાબતે દરેક જગ્યાએથી લોકો આ ઘટનાને વખોડી રહ્યા છે. દરેક રાજકીય પાર્ટીઓ એક્શન મોડમાં છે. ગતરોજ જમીન માલિકો તરફથી ખુલાસો કર્યા બાદ સોસાયટી હવે આવનારા દિવસોમાં કેવી પ્રતિક્રિયા આપે તેના પર સૌની નજર છે.

અન્ય સમાચારો પણ છે...