લવ જેહાદની ફરિયાદ નોંધવા માગ:નવસારીની એક યુવતીને અશ્ફાક નામના યુવકે નામ બદલીને ફસાવી હોવાનો આક્ષેપ, હિન્દૂ સંગઠને કલેક્ટરને આવેદન પાઠવ્યું

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લગ્નની લાલચ આપી વિધર્મી યુવક ભગાડી જતા યુવક વિરૂદ્ધ કાર્યવાહી કરવા માગ કરી

નવસારી તાલુકાના એક ગામની યુવતીને સોશ્યલ મીડિયામાં હિન્દૂ નામ ધારણ કરીને વિદ્યર્મી યુવક ભગાડી ગયો હતો. જેને લઈ યુવક વિરૂદ્ધ લવ જેહાદ, સાયબર સેલ અને એટ્રોસિટી દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે પરિવાર અને હિન્દૂ સંગઠનનોએ માગ કરી છે. જિલ્લા કલેક્ટરને આ અંગે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.

સોશ્યલ મીડિયામાં બન્ને પરિચયમાં આવ્યાં હતા
નવસારી તાલુકાના એક ગામમાં રહેતા પરિવારની 24 વર્ષની દીકરી સાથે જીગર નામના યુવાને સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવીને યુવતીને લગ્નની લાલચ આપીને ઘરેથી ભગાડી ગયો હતો. ત્યારબાદ પરિવારે યુવતીની શોધખોળ કરતા કોઈ યુવાન સાથે પ્રેમ સબંધ હોવાની માહિતી મળી હતી. જેમાં અશફાક ઈબ્રાહિમ શૈખ નામનો વિધર્મી યુવાને હિંન્દૂ નામ ધારણ કરીને અસ્લ ઓળખ છૂપાવીને યુવતીને ભગાડી હોવાની હકીકત સામે આવી હતી. જેને લઈને પરિવારે ગણદેવી પોલીસમાં યુવતી ગુમ થયાની ફરીયાદ કરી છે. જેનેં લઈને આજે પીડિત પરિવાર અને હિન્દુ સંગઠન દ્વારા ઉગ્ર રોષ દર્શાવીને યુવાન વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે આવેદન આપ્યું છે. યુવક વિરૂદ્ધ લવ જેહાદ, સાયબર સેલ અને એટ્રોસિટી દાખલ કરવાની માગ કરી છે. તેમજ આવી ઘટનાઓ રોકવામાં આવે તેવી માંગણી પણ કરાઈ છે.

પરિવાર અને હિન્દૂ સંગઠનોને લવ જેહાદની શંકા
છેલ્લા લાંબા સમયથી અનેક યુવાનો વિવિધ ધર્મની યુવતીને લગ્નની લાલચ આપીને ફસાવ્યાં બાદ તેનું ધર્મ પરિવર્તન કર્યાની ફરિયાદો વધી રહી છે ત્યારે હાલના કેસમાં પણ લવ જેહાદ હોવાની શંકા પરિવાર અને હિન્દૂ સંગઠન સેવી રહ્યું છે. જેને લઈ સમગ્ર મામલે પોલીસ અને કલેક્ટર મધ્યસ્થી કરીને આ મામલે ઘટતું કરવા માટે અરજી કરવામાં આવી છે
.

અન્ય સમાચારો પણ છે...