તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:નવસારીમાં એપ્રિલના 14મા દિવસે હાઈએસ્ટ 58 કેસ, એક્ટિવ 318

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અત્યાર સુધીમાં કુલ કેસ 2109, તંત્રના ચોપડે મૃતાંક 102 જ

નવસારીમાં કોરોના દિવસેને દિવસે વધુ ભયજનક બને છે. જેમાં એપ્રિલ માસના પ્રથમ દિવસથી 14 તારીખ સુધીમાં 398 જેટલા કેસો નવા આવ્યા છે. કોરોનાને કેસોને કારણે સારવાર આપતી હોસ્પિટલમાં દર્દીઓ વધ્યા છે. ઓક્સિજન બાબતે તંત્ર મદદ ન કરવાની બુમરાણ ચાલે છે, ત્યારે બુધવારે પણ 58 જેટલા કેસો નવા આવ્યા જે નવસારી જિલ્લામાં હમણાં સુધીનો સર્વોત્તમ આંક કહી શકાય એમ છે. જેમાં 6 વરસની બાળકી અને 3 સગીરનો પણ સમાવેશ થયો છે.

નવસારી જિલ્લામાં બુધવારે પણ કોરોના અંગે આરોગ્ય વિભાગે માહિતી આપી હતી કે, ગુરુવારે પણ 58 નવા કેસો નવા આવતા કુલ કોરોનાના આંક 2109 થયા છે. જ્યારે 3 દર્દીઓ સારા થતા તેમને રજા આપવામાં આવતા સારા થયેલ દર્દીઓનો આંક 1689 થવા પામ્યો છે. નવસારીમાં આરોગ્ય વિભાગ દ્વારા હમણાં સુધીમાં 1,89,743 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 187634 કેસ નેગેટિવ આવ્યા હતા. નવસારીમાં છેલ્લા 14 દિવસમાં કોરોનાના કુલ 398 કેસો નોંધવામાં આવ્યા છે.

નવસારીમાં બુધવારે આવેલ નવા કેસોમાં વાંસદામાં 20, ગણદેવીમાં 15, ચીખલીમાં 10, નવસારીમાં 8,જલાલપોરમાં 3 અને ખેરગામમાં 2 કેસો આવ્યા હતા. જેમાં ખેરગામમાં 7 વર્ષની બાળકી અને 3 સગીરોના કોરોના પોઝેટિવ આવતા આરોગ્ય વિભાગ પણ ચોંકી ઉઠ્યું છે. ગુરુવારે પણ 2275 સેમ્પલ લેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો