નવસારી જિલ્લામાં હાલ ચોમાસું જામ્યું છે. ત્યારે નગરપાલિકા સહિત DGVCL વિભાગ દ્વારા ઉનાળાના અંત સુધીમાં પ્રિમોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે. ચોમાસામાં વીજળીને લઈને કોઈ અકસ્માત કે વીજ પૂરવઠો ન ખોરવાય તે માટે વીજવિભાગ દ્વારા પ્રિમોન્સૂનની કામગીરી કરવામાં આવે છે. જોકે, વાંસદા તાલુકામાં આવેલા ખડકાળાથી મોટી વાલઝર સ્ટેટ હાઇવે પાસે ઝાડ સાથે હાઈટેન્શન વાયર અડી જતા આગ લાગી હતી. જેથી રોડ નીચેથી પસાર થતા રાહદારીઓમાં ભય ફેલાયો હતો. તેમજ ડીજીવીસીએલની પ્રિમોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉભા થયા હતા.
અધિકારીઓએ કર્મચારીઓને દોડાવ્યા
પ્રથમ વરસાદમાં જ આ પ્રકારની ઘટના સામે આવતા અધિકારીઓએ કર્મચારીઓને દોડાવ્યાં હતા અને યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું. મેન્ટેનન્સના ભાગ રૂપે દર શુક્રવારે પાવર કાપ કરવામાં આવે છે છતાં પણ આવા પ્રકારની ઘટના સામે આવતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.