મુશ્કેલી:નવસારીમાં રેલવેની અનેક સમસ્યા અંગે સમિતિનીઉચ્ચ કક્ષાએ રજૂઆત

નવસારી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદ પડતા જ મુસાફરોને પ્લેટફોર્મ પર બેસવાની પણ મુશ્કેલી

નવસારી રેલવે સ્ટેશન તથા નજીકની ફાટક ઉપર પડતી મુશ્કેલી અંગે રેલવે સલાહકાર સમિતિએ રેલવેના ઉચ્ચ સત્તાધીશોને રજૂઆત કરી છે. નવસારીમાં રેલવે સલાહકાર સમિતિની બેઠક આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર મિથુનભાઈની ઉપસ્થિતિમાં મળી હતી. બેઠકમાં નવસારી રેલવે સ્ટેશન તથા નજીકની ફાટક ઉપરની કેટલીક સમસ્યાની ચર્ચા થઈ તે ઉકેલવા જણાવ્યું હતું.

ડિવિઝનલ મેનેજરને લેખિત રજૂઆત પણ આ સંદર્ભે કરાઈ હતી. જે કેટલીક સમસ્યા અંગે રજૂઆત થઈ તેમાં વરસાદ પડવાની સ્થિતિમાં પ્લેટફોર્મ ઉપર બેસવા પડતી મુશ્કેલી, પ્લેટફોર્મ 3 ઉપર કોચ ઇન્ડિકેટરની તથા પ્લેટફોર્મ 1, 2 માં જુના બદલવા, ટ્રેન ઇન્ડિકેટરની પૂર્વ બાજુએ જરૂરિયાત, પૂર્વ બાજુએ એસકેટરની જરૂરિયાત,પ્લેટફોર્મ 2 અને 3 ઉપર ટોઇલેટની જરૂરિયાત,વિજલપોર અને નવસારી બન્ને ફાટક ઉપર ખરાબ રોડ, નવસારી અંડરબ્રિજમાં ખરાબ હાલતમાં રોડ, સ્ટેશનની દક્ષિણ બાજુએ પંખા અને પાણીની સગવડ ઉભી કરવા સાથે ટ્રેન સલગ્ન પણ રજૂઆત કરાઈ છે.

મળતી માહિતી મુજબ પંખા, બેઠકો લગાવવા સહિતની કેટલીક સુવિધા ઉભી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સમિતિના ગઠન બાદ પ્રથમવાર મળેલ બેઠકમાં જયદીપ દેસાઈ, આસિફ બરોડાવાળા, સંતોષ લોટાણી, વિપુલ સાવલિયા, હેમેન્દ્ર શાહ, છગનભાઇ હિરપરા, મહેન્દ્ર દરબાર વગેરે હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...