તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના કાળ:હે રામ! પ્રથમવાર જન્મ કરતાં 159 ટકા મૃત્યુ વધુ, નવસારીમાં દર મહિને મૃત્યુદર કરતાં જન્મદર ઉંચો રહ્યો છે

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
જન્મ - Divya Bhaskar
જન્મ
  • ગત એપ્રિલ-2021માં કોવિડના કહેરથી મૃત્યુ વધતાં અવળી સ્થિતિ
  • પાલિકાના ચોપડે એપ્રિલમાં 279 જન્મની નોંધણી સામે અધધ... 722 મૃત્યુ નોંધાયા, એક માસમાં આટલાં મૃત્યુ ક્યારેય નહીં

નવસારીમાં જન્મ અને મરણની સંખ્યા વચ્ચેના તફાવતમાં મૃત્યુ કરતા જન્મ વધુ નોંધાતા રહ્યાં છે. પરંતુ એપ્રિલ-2021માં કોરોનાના કહેરથી પ્રથમવાર 279 જન્મ સામે 722 મૃત્યુ નગરપાલિકાના ચોપડે નોંધાયા છે. એપ્રિલમાં જન્મ કરતા મરણની સંખ્યામાં 159 ટકાનો વધારો જોવા મળ્યો છે. જેના પરથી વર્તમાન દારૂણ સ્થિતિનો કયાસ કાઢી શકાય છે. દર વર્ષે નવસારીમાં પણ ઘણા મનુષ્ય જીવના જન્મ થાય છે, તો અનેકના મૃત્યુ પણ થાય છે. જન્મ અને મૃત્યુ બન્નેની નોંધ અહીંની નગરપાલિકામાં થાય છે અને પાલિકા બન્ને માટે સર્ટીફિકેટ પણ ઈશ્યુ કરે છે. વર્ષોવર્ષ જે જન્મ અને મૃત્યુની નોંધ થાય છે. તેમાં મોટાભાગે જન્મ થનારાની સંખ્યા મૃત્યુની સંખ્યા કરતા વધુ જ રહી છે. જોકે હાલ એપ્રિલ મહિનામાં જન્મ અને મરણની સંખ્યાના તફાવતને ભૂતકાળના તમામ રેકર્ડ તોડી નાંખ્યા છે.

નવસારીમાં એપ્રિલ મહિનામાં પાલિકા દફતરે કુલ 279 બાળકના જન્મ થયાની નોંધ થઈ છે, જેની સામે અધધ 722 જણાંના મૃત્યુ થયાની નોંધ થઈ છે. આમ જન્મ કરતા 159 ટકા મૃત્યુ વધુ થયાનું કહી શકાય. જન્મ કરતા મૃત્યુની સંખ્યામાં એટલો તફાવત જોવા મળ્યો નથી. આટલી મોટી સંખ્યામાં મૃત્યુ કોવિડના કારણે જ થયા છે. અહીં ઉલ્લેખનીય છે કે, મે મહિનાના પ્રથમ દિવસમાં જ નવસારીના વિરાવળ સ્મશાને 275 મૃતદેહને અગ્નિદાહ અપાયા છે. જેથી મે મહિનામાં પણ જન્મ કરતા મૃત્યુની સંખ્યા વધુ રહેવાની પૂરી શક્યતા છે.

નવસારી શહેરમાં 4 માસમાં જન્મ-મરણ
મહિનોજન્મમૃત્યુ
જાન્યુઆરી347327
ફેબ્રુઆરી284264
માર્ચ309272
એપ્રિલ279722

એપ્રિલ-2021માં 451 મૃતદેહને કોવિડ પ્રોટોકોલ મુજબ અગ્નિદાહ અપાયા
કોવિડના કારણે જ નવસારીમાં એપ્રિલ મહિનામાં મૃત્યુની સંખ્યા વધી હતી. સૌથી વધુ મૃતદેહો અગ્નિદાહ માટે નવસારીના વિરાવળ સ્મશાનગૃહે આવ્યા હતા. એક જ એપ્રિલ મહિનામાં જ 451 મૃતદેહને અહીં કોવિડ પ્રોટોકોલથી અગ્નિદાહ અપાયા હતા.

અગાઉ ઓગસ્ટ-2020માં પણ કોરોનાથી મૃત્યુ વધુ નોંધાયા હતા

મૃત્યુ
મૃત્યુ

કોરોનાને કારણે ગત ઓગસ્ટ-2020માં પણ મૃત્યુનું પ્રમાણ વધ્યું હતું. જોકે તેમ છતાં જન્મ-મરણનો તફાવત ખૂબ ઓછો હતો. ઓગસ્ટ-2020માં નવસારી નગરપાલિકા કચેરીએ 411 જન્મની નોંધણી થઈ હતી, જેની સામે મરણ નોંધણી 479 થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...