વર્લ્ડ હેરિટેજ ડે:હેરિટેજ નેશનલ હાઇવે દાંડીરોડનો વિકાસ સાધારણ જ થયો, હજુ વધુ વિકાસ ઝંખે છે

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2006 બાદ દાંડીપથને નેશનલ હાઈવે હેરિટેજ રૂટનો દરજ્જો અપાયો હતો

મહાત્મા ગાંધીએ 1930 માં મીઠા સત્યાગ્રહ માટે અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી સુધીની 81 પદયાત્રીઓ સાથે દાંડીકુચ કરી ત્યારથી દાંડીપથ ઐતિહાસિક ધરોહર સમો માર્ગ બની ગયો છે. આમ તો 1930માં દાંડીકુચ સમયે તો ખેતર યા ખૂબ નાના કાચા માર્ગ ઉપરથી બાપુ અને પદયાત્રીઓ પસાર થયા હતા પણ પાછળથી ક્રમશઃ રોડનો વિકાસ થતો રહ્યો છે.

આ રોડનો વિકાસ ખાસ કરીને 2008 બાદ થયો છે. 2006માં અમદાવાદથી દાંડીની એક પદયાત્રા નીકળી હતી. આ સમયે તે સમયના વડાપ્રધાન ડો મનમોહનસિંહ વિગેરે પણ દાંડી આવ્યા હતા અને જાહેરસભા પણ સંબોધી હતી. ઉક્ત સમયે આ દાંડી રોડને હેરિટેજ રોડ હોય તેને નેશનલ હાઇવેનો દરજ્જો આપી તેનો વિકાસ કરવાની જાહેરાત પણ કરી હતી. જેના કારણે અમદાવાદ-દાંડીનો આ દાંડીકૂચ માર્ગ પ્રથમ નેશનલ હાઇવે 228 બન્યો, બાદમાં હવે નેશનલ હાઇવે 64 થયો છે.

આમ તો આ સમગ્ર દાંડીકૂચ માર્ગ 374 કિમીનો છે પણ જિલ્લામાં 25કિમીની આસપાસ છે. દાંડીમાં સોલ્ટ મેમોરિયલ બન્યા બાદ હેરિટેજ રોડ પર ટ્રાફિક વધ્યો છે. આ રોડનો થોડો વિકાસ થયો છે પણ હજુ માર્ગ વધુ પહોળો કરી વધુ વિકાસ કરાય એ જરૂરી છે.

નવસારીમાં ઐતિહાસિક બિલ્ડીંગો છે પણ..
નવસારી જિલ્લામાં એક હેરિટેજ રોડ પસાર થાય છે. ઉપરાંત ઐતિહાસિક ધરોહર સમા કેટલાક બિલ્ડીંગ પણ છે. જેમાં દુનિયાના સૌથી મોટા દાનવીર જાહેર થયેલ ભારતીય ઉદ્યોગના ભીષ્મપિતામહ જમશેદજી ટાટાનું જન્મસ્થળ મકાન, હિદના દાદા દાદાભાઈ નવરોજીનું જન્મસ્થળ મકાન, ગાયકવાડે બનાવેલ 130 વર્ષ જૂનું કોર્ટ બિલ્ડીંગ વિગેરે પણ છે પણ આ કોઈ બિલ્ડીંગને હેરિટેજ ઓફિશીયલી જાહેર થયાનું જાણમાં નથી.

અન્ય સમાચારો પણ છે...