થોડી રાહત બાદ ફરી ચિંતાજનક સ્થિતિ:ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નવસારીની પૂર્ણા-અંબિકા નદીની જળ સપાટીમાં ફરી વધી, લોકોને સાવચેત કરાયા

નવસારી2 મહિનો પહેલા

નવસારી જિલ્લાના ઉપર વાસ ડાંગ જિલ્લાના કેટલાક જિલ્લાઓમાં વરસાદ રહેતા નવસારી જિલ્લાની પૂર્ણા અને અંબિકા નદી ફરી રૌદ્ર બનવાના એંધાણ જોવાઈ રહ્યા છે. જેને લઈને જિલ્લા કલેકટર દ્વારા નીચાણવાળા વિસ્તારના રહેવાસીઓ માટે એક સાવચેતીનો સંદેશો વહેતો કર્યો છે.

સવારે સ્થિતિ સામાન્ય થવાની આશા દેખાતી હતી

સવારે પાણી ઉતરતા નીચાણવાળા વિસ્તારના લોકોએ ઘરોમાં સફાઈની શરૂઆત કરી હતી અને મુસીબત ટળી હોવાનું માનીને ઘરોમાં સાફ-સફાઈની શરૂઆત કરી હતી, પરંતુ સમગ્ર દિવસ દરમિયાન ઉપરવાસના જિલ્લામાં વરસાદ દેખાદેતા ફરી પૂરની સ્થિતિ બની શકે છે તેવું વાતાવરણ ઊભું થયું છે.રાત થતા ફરી પૂર્ણા નદીમાં પુરની સ્થિતિ બનતા લોકો બન્યા ચિંતિત બન્યા છે.

સમગ્ર દિવસ દરમિયાન પૂર્ણા નદી 23 ફૂટ ભયજનક સપાટીથી નીચે વહી રહી હતી પરંતુ રાત તથા સપાટી ઉપર આવતા વહીવટી તંત્રના લોકોમાં ચિંતા વ્યાપી છે.જિલ્લા કલેક્ટરે નીચાણવાળા વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે કસવાની અપીલ કરી છે.

વરસાદ અને નદીઓની સ્થિતિ

નવસારી : 55 મિમી (2.2 ઇંચ),જલાલપોર : 50 મિમી (2 ઇંચ),ગણદેવી : 37 મિમી (1.48 ઇંચ),ચીખલી : 47 મિમી (1.88 ઇંચ),ખેરગામ : 80 મિમી (3.2 ઇંચ),વાંસદા : 132 મિમી (5.28 ઇંચ)નવસારીની નદીઓએ ભયજનક સપાટી વટાવી,પૂર્ણાં : 24 ફૂટ (ભયજનક 23 ફૂટ),અંબિકા : 30.50 ફૂટ (ભયજનક 28 ફૂટ),કાવેરી 19.50 ફૂટ (ભયજનક 19 ફૂટ)

અન્ય સમાચારો પણ છે...