જમીન ત્યાં જળની સ્થિતિ:નવસારીમાં છેલ્લા 24 કલાકથી વરસી રહેલા ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા, જુઓ ડ્રોનથી લીધેલા આકાશી દ્રશ્યો

નવસારી2 મહિનો પહેલા
  • પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું

નવસારી શહેર અને જિલ્લાને વરસાદે ઘમરોળ્યું છે ઠેર ઠેર પાણી ભરાતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે ત્યારે શહેર અને જિલ્લાના વરસાદી માહોલને ડ્રોન કેમેરામાં કેદ કરી અદભુત નજારો જોવા મળ્યો છે.

વરસાદી આપદાથી અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે તો અનેક લોકો આ વરસાદને માણી રહ્યા છે.સમગ્ર જિલ્લામાં વરસાદી આફતને કારણે ચાર લોકોનું મોત થવા પામ્યું છે ત્યારે આ સમગ્ર આફતને પહોંચી વળવા એનડીઆરએફ સહિત વહીવટી તંત્ર પણ સર્જ બન્યું છે ત્યારે દિવ્યભાસ્કર આપને ડ્રોનથી નવસારી શહેરના અલગ અલગ વિસ્તારની સ્થિતિ દર્શાવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...