વાતાવરણમાં પલટો:નવસારી જિલ્લાના વાંસદા ટાઉનમાં વરસાદી ઝાપટા,લોકોએ ગરમીમાં રાહત અનુભવી

નવસારીએક વર્ષ પહેલા
  • નવસારી શહેરમાં કાળઝાળ ગરમી તો વાંસદા તાલુકામાં વરસાદ

નવસારી જિલ્લાના વાતાવરણમાં છેલ્લા બે દિવસથી પલટો આવ્યો છે, વાદળછાયું વાતાવરણ રહેવા સાથે શહેરમાં ગઈકાલે ભારે વરસાદ વરસ્યો હતો. વાંસદા તાલુકાના ટાઉન વિસ્તાર અને અન્ય આજુબાજુના ગામડાઓમાં વરસાદી ઝાપટું જોવા મળ્યું હતું. જેથી શહેરીજનોને ગરમીથી મુક્તિ મળવા સાથે ઠંડકનો અહેસાસ થયો હતો,

વાંસદા તાલુકો જંગલ અને પહાડોથી ઘેરાયેલો વિસ્તાર છે જેથી અહીં જિલ્લામાં સૌથી પહેલો વરસાદ દર વર્ષે થાય છે.વાંસદા ટાઉન, ખડકાલા સર્કલ સહિત અને વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ. નવસારી શહેર અને અન્ય તાલુકાઓમાં ગરમી નું વાતાવરણ છે ત્યારે વાંસદા ટાઉન ખડકાલા સર્કલ સહિત તાલુકાના કેટલા ગામડા માં વરસાદ જોવા મળ્યો હતો અસહ્ય ગરમી થી પીડાતા શહેરીજનોને વરસાદે રાહત આપી છે.

અન્ય સમાચારો પણ છે...