ભાદરવામાં અષાઢી માહોલ:નવસારી જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો, ગણેશોત્સવના આયોજકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું

નવસારી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

નવસારી શહેર સહિત જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.કાળા દિમાગ વાદળો વચ્ચે નવસારી શહેરમાં વરસાદી માહોલ જામતા ગણેશ મંડળોમાં ચિંતા વ્યાપી છે આવતીકાલે ગણેશ વિસર્જન છે ત્યારે ધામધૂમ પૂર્વક વિસર્જન કાર્યક્રમ યોજાય તેવું સૌ કોઈ ઈચ્છી રહ્યા છે તેવામાં વરસાદ વિઘ્ન ઊભું ન કરે તેવું વિઘ્નહર્તાને પ્રાર્થના કરવામાં આવી રહી છે.

વરસાદ શરૂ થતા સર્વિસ રોડ સહિત નીચાણ વાળા રસ્તાઓમાં પાણી ભરાયા છે આવતીકાલે ડીજે અને ઢોલના સથવારે વિસર્જન યાત્રા યોજવાનું આયોજન થયું હતું પરંતુ જો વરસાદ યથાવત રહ્યો તો આયોજનમાં વિઘ્ન આવશે.

અન્ય સમાચારો પણ છે...