અકસ્માત:ચીખલીના સરૈયા ગામ નજીક ટેમ્પો અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, ઘટનાસ્થળે જ બે લોકોનાં મોત

નવસારીએક મહિનો પહેલા

નવસારી જિલ્લામાં અકસ્માતોની ઘટનામાં એકાએક ચિંતાજનક વધારો થયો છે છેલ્લા દસ દિવસના અંતરાલમાં પાંચથી વધુ અકસ્માતો હાઇવે ઉપર નોંધાયા છે ત્યારે ફરીવાર ચીખલી તાલુકાના ટાંકલ સરૈયા ગામે ટેમ્પો અને ટ્રક સામસામે અથડાતા બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. જેમાં બે ના મોત નિપજ્વા સાથે ટ્રકમાં સવાર 2 થી 3 ને ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા છે.

અકસ્માતમાં પ્રાથમિક દૃષ્ટિએ ટેમ્પો ચાલકની ભૂલ હોવાની વાત સામે એવી છે જેમાં અકસ્માત થતાં ટેમ્પો ચાલક ભાગી ગયો હતો અને 1 મજૂર કિશોર કોડઘાનું મૌત થયું હતું. જ્યારે સામે ટ્રકના ચાલક અશોક બાબુ પટેલનું પણ મૌત થયું છે.જેમના દીકરાએ અકસ્માત અંગે ચીખલી પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી છે.

અન્ય સમાચારો પણ છે...