તલાટીઓની હડતાળ:પડતર માંગો સાથે આરોગ્ય કર્મચારીઓની 8મીથી હડતાળ, આરોગ્ય કર્મીઓએ પણ તલાટીનો જ માર્ગ અપનાવ્યો

નવસારી4 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્યમાં એકતરફ તલાટીઓની હડતાળ ચાલી રહી છે ત્યારે હવે જિલ્લા પંચાયતોમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓએ પણ પડતર માગણીઓના સંદર્ભમાં 8 ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરી છે. જેમાં નવસારી આરોગ્ય વિભાગના 500 આરોગ્ય કર્મીઓ જોડાશે.આરોગ્ય કર્મીઓ સરકાર સમક્ષ પોતાની પડતર માગો અંગે વારંવાર સરકારમાં રજૂઆત કરી હતી.

સરકાર દ્વારા કોઈ ઉકેલ નહીં જણાતા 8મી ઓગસ્ટના રોજ આરોગ્ય વિભાગ દ્વારા અચોક્ક્સ મુદતની હડતાળ ઉપર ઉતરવાના હોવાનું જણાવ્યું હતું. જેમાં નવસારી જિલ્લા પંચાયતમાં ફરજ બચાવતા 500થી વધુ આરોગ્યના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, ટીએચએસ., ટીએચવી અને જિલ્લા કક્ષાના સુપરવાઇઝર જેવી કેડરના તમામ ફિલ્ડ કર્મચારીઓ હડતાળમાં જોડાશે.

500 થી વધુ આરોગ્ય કર્મીઓ હડતાળ પર ઉતરશે
રાજ્યના આરોગ્ય કર્મચારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નોનું વારંવારની રજૂઆત છતાં નિરાકરણ આવ્યું નથી. ગત 27 જુલાઇના રોજ પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષસ્થાને પંચાયત, આરોગ્ય, જીએડી, નાણાં વિભાગના સચિવો સાથે બેઠક યોજાઇ હતી, જેમાં પણ કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી, જેથી રાજ્યના તમામ આરોગ્ય કર્મીઓની સાથે નવસારી જિલ્લામાં પણ 500 થી વધુ કર્મીઓ હડતાળમાં જોડાશે. જોકે એપેડેમિક (મુશ્કેલી)ની સ્થિતિ થશે તો તાત્કાલિક આરોગ્યકર્મી જનહિતાર્થે કામ ૫૨ જોડાશે.- યોગેશ પટેલ, પ્રમુખ, નવસારી જિ.આરોગ્ય કર્મચારી મંડળ

અન્ય સમાચારો પણ છે...