સમસ્યા:આરોગ્ય મંત્રી વાંસદા કોટેજ હોસ્પિટલની આકસ્મિક મુલાકાતે

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય સેવાની સમિક્ષા કરી જરૂરી સૂચન કર્યા

નવસારી જિલ્‍લાના ચીખલી તાલુકાના સુરખાઇ મુકામે સાત પગલા ખેડૂત કલ્‍યાણના અંતર્ગત પ્રાકૃતિક કૃષિની બે યોજનાન લોકાર્પણ કાર્યક્રમ આરોગ્‍ય રાજયમંત્રી કિશોરભાઇ કાનાણીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમ બાદ નવસારી જિલ્લામાં કોરોનાના વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં લઇ આરોગ્ય રાજ્યમંત્રી કિશોરભાઈ કાનાણીએ વાંસદા કોટેજ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી. મંત્રીએ આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી ચર્ચા વિચારણા કરી હતી, અને દર્દીઓની સારસંભાળની વ્યવસ્થા વિશે જાણકારી મેળવી હતી. તેમણે દર્દીઓની સારવારમાં કોઈ કચાશ ન રહી જાય તે માટે પૂરી ટીમને કાળજી લેવાનો અનુરોધ કર્યો હતો. હોસ્પિટલમાં વધુમાં વધુ દર્દીઓને સારવાર આપી શકાય તેવી વ્યવસ્થા અંગે વિચારવિમર્શ કરાયો હતો. જ્યાં જરૂરી તમામ મેડિકલ સ્ટાફ તથા આરોગ્ય સંશાધનોથી સજ્જ કરવામાં આવે તે વિષય પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મંત્રી કાનાણીએ હોસ્પિટલની મુલાકાત દરમિયાન દર્દીઓ સાથે વાર્તાલાપ કરી સારવાર અંગે જાણકારી મેળવી હતી. આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુજીત પરમાર, ડો.બિરેન્દ્રસિંઘ, પ્રાંત અધિકારી આર.સી.પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્ થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...