તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મતદાન જાગૃતિ:અવશ્ય મતદાન કરવા ગુજરાતની 'ગોલ્ડન ગર્લ' સરિતા ગાયકવાડની અપીલ

ડાંગ12 દિવસ પહેલા
 • આંતરરાષ્ટ્રીય દોડવીર સરિતા ગાયકવાડે ગુજરાતના મતદારોને સંદેશ આપ્યો
 • 28મી ફેબ્રુઆરીએ યોજાનારી જિલ્લા-તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીઓમાં અવશ્ય મતદાન કરવા દોડવીર સરિતા ગાયકવાડે નાગરિકોનો અપીલ કરી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન અવશ્ય કરવું જોઈએ, એવા સંદેશ સાથે આંતરરાષ્ટ્રીય દોડવીર સરિતા ગાયકવાડે ગુજરાતના મતદારોને સંદેશ આપ્યો છે. રમતના મેદાનમાં જેમ એક એક સેકન્ડ કિંમતી હોય છે, તેમ લોકશાહીમાં એક એક મત કિંમતી હોય છે. માટે આગામી 28 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં મતદાનના દિવસે દરેક મતદારને અવશ્ય મતદાન કરવા અપીલ કરી છે.

યુથ આઇકોન જાગૃતિ લાવશે

દોડવીર સરિતા ગાયકવાડ ગુજરાત રાજ્યમાં અનેક યુવા રમતવીરોમાં લોકપ્રિય છે. વર્ષોની મહેનત અને સખત પરિશ્રમથી તેણીએ વૈશ્વિક કક્ષાએ ભારતનું નામ રોશન કર્યું છે, હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, ત્યારે દરેક મતદારો પોતાની ફરજ અને લોકશાહીના પર્વ સમાન ચૂંટણીમાં મતદાન કરી સશક્ત પંચાયત અને પાલિકા બનાવવા માટે સહોયગ આપવા મતદાન જાગૃતિ અભિયાનમાં અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો