વાતચીત:રશિયન સીઝફાયર છતાં સુમીમાંથી નીકળવામાં ગુજરાતીઓ નિષ્ફળ

નવસારી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારીની બે છાત્રા સાથે શનિવારે સાંજે ‘ભાસ્કર’ની વાતચીત
  • 3 દિવસથી પાણી આવતું નથી, ટેન્કરોમાંથી પીવાનું પાણી લેવા માટે લાઇન

યુક્રેનના રશિયન બોર્ડર નજીક આવેલા સુમીમાં ફસાયેલા નવસારીના 3 વિદ્યાર્થી સહિત રાજ્યના 25થી વધુ વિદ્યાર્થી રશિયાએ શનિવારે કરેલા સીઝફાયર છતાં મોડી સાંજ સુધી સુમી છોડી શક્યાં ન હતા. યુદ્ધગ્રસ્ત ખાર્કિવથી તો મહત્તમ વિદ્યાર્થી છોડી ગયા છે પણ રશિયન બોર્ડર નજીક જ આવેલા સુમીમાં નવસારીના 3 વિદ્યાર્થી સહિત રાજ્યના 25થી વધુ વિદ્યાર્થી હજુ ત્યાં જ ફસાઈ ગયા છે. શનિવારે રશિયન સરકારે સીઝફાયર કરવાની એક જાહેરાત કરતા આ સુમીના વિદ્યાર્થીઓને સલામત બોર્ડર ક્રોસ કરવાની આશા બંધાઈ હતી.

જોકે શનિવારે મોડી સાંજે 8 વાગ્યા સુધી તો સુમી બહાર નીકળી શક્યાં ન હતા. આ અંગે સુમીની હોસ્ટેલમાં રહેતી નવસારીની ખ્યાતિ પરમાર અને હાર્દી પટેલ સાથે દિવ્ય ભાસ્કરે વાત કરતા તેઓએ જણાવ્યું કે, ‘હવે ખાવાનું પણ ઘટી ગયું છે, પાણી તો ગુરૂવારથી જ બંધ થયું છે અને માત્ર પીવા માટે ટેન્કર આવે છે, જેમાં લાઈનો લાગે છે. કોઈક કોઈકવાર બ્લાસ્ટના અવાજ પણ સંભળાય છે. આ બન્ને વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, સીઝફાયર અમારા સુમી શહેરમાં ન હતું અને તેની કોઈ અસર ન હતી, જેથી બહાર નીકળી શક્યાં ન હતા. હજુ અમે હોસ્ટેલમાં જ રહીએ છીએ. હજુ સુધી સુમીમાંથી બહાર નીકળવાની કોઈ માહિતી મળી નથી.’

અન્ય સમાચારો પણ છે...