તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુલાકાત:ગુજરાત એ સરદાર પટેલ, દાદાભાઇ નવરોજી, મોરારજી દેસાઇની જન્મભૂમિ છે : પ્રેમસિંઘ તમાંગ

નવસારી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સિક્કીમના મુખ્યમંત્રી તમાંગે દાંડીયાત્રીકો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ માણ્યો

નવસારી જિલ્લામાં શનિવારે દાંડીયાત્રા પ્રવેશી હતી. સાંજે લુન્સીકૂઈ મેદાનમાં પદયાત્રીઓને સત્કારવા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લુન્સીકૂઈ મેદાનમાં સાંજે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી ગણપત વસાવા, ભાજપ પદાધિકારીઓ, સિક્કિમ ક્રાંતિકારી મોરચાના સભ્ય અને સિક્કિમના એકમાત્ર સાંસદ ઇનહાગ સુબહાજી હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં લુન્સીકૂઈ મેદાનમાં પદયાત્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.

સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંઘ તમાંગે જણાવ્યું કે ગુજરાતએ સરદાર પટેલ, દાદાભાઈ નવરોજી, મોરારજી દેસાઈની જન્મભૂમિ છે. ગાંધીજીએ 1930માં દેશને આઝાદી માટે સત્યાગ્રહની ભૂમિકા અહમ હતી. અમે નાના હતા ત્યારે પુસ્તકમાં દાંડી અને ગાંધી વિશે વાંચ્યું હતું પણ આજે નવસારીમાં સત્યાગ્રહની ભૂમિ પર આવ્યો. મનને શાંતિ થઈ દેશભક્તિવાળો માહોલ જોઈ ખૂબ આનંદ થયો.

આગામી દિવસોમાં ગુજરાત અને સિક્કિમના સંબંધો સારા બને વૈચારિક, પર્યટન અને વ્યાપાર બાબતે નવા સંબંધોનું સમીકરણ રચાશે તેમ જણાવી આજે દેશને વડાપ્રધાન અને ગૃહમંત્રી એક ભારત શ્રેષ્ઠ ભારત અને આત્મનિર્ભર ભારત બનાવવા આગળ વધી રહ્યા છે. ત્યારબાદ સિક્કિમની લોકસંસ્કૃતિમાં નૃત્ય સ્વરૂપે પ્રસ્તુત કર્યા હતા અને ગુજરાતની આદિવાસી અને સૌરાષ્ટ્રના મેર નૃત્ય રજૂ કરતા લોકોને તાળી પાડવા મજબૂર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો