આયોજન:ગુજરાત એ સમગ્ર દેશમાં વિકાસનું ગ્રોથ એન્જીન બન્યું છે : મંત્રી

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારી જિલ્લાનો જિલ્લા કક્ષાનો વંદે ગુજરાત વિકાસ પ્રદર્શન અને સખી મેળાનું દાબુ લો કોલેજ ગ્રાઉન્ડમાં 7મી સપ્ટેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યું છે. જેનો પ્રારંભ મંત્રી નરેશભાઈ પટેલે કરાવ્યો હતો. મંત્રીએ ગુજરાત વિકાસ યાત્રા પ્રદર્શન અને સખીમેળાને નિહાળ્યું હતું તેમજ બહેનો આવી જ રીતે પ્રગતિ કરતા રહે તેમ અભિનંદન પાઠવ્યા હતા.

આ તકે મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે, ગુજરાતએ સમગ્ર દેશમાં વિકાસનું ગ્રોથ એન્જીન બન્યું છે. વંદે ગુજરાત વિકાસ યાત્રા પ્રદર્શન અને સખી મેળાના માધ્યમથી શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો નાનકડો પ્રયાસ છે. ગ્રામીણ વિસ્તારમાં રહેતી મહિલાઓ સશક્ત અને આત્મનિર્ભર બને તે માટે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત રચાયેલા ગામડાના સ્વ સહાય જૂથોના મહિલાઓ અને કારીગરોની હાથ બનાવટની ચીજવસ્તુઓનું વેચાણ કરી શકે તે માટે આ સખી મેળો યોજાયો છે. સ્વસહાય જૂથોની મહિલાઓ આત્મનિર્ભર બની પોતાના વિવિધ કૌશલ્યથી યોજનાનો લાભ લઇ રોજગારી મેળવી રહી છે.

તેમણે જણાવ્યું કે, નવસારીની સખી મંડળોની બહેનો મહેનતુ અને કલાત્મક દષ્ટિકોણ ધરાવે છે જેઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓ ગુજરાતમાં જ નહીં પરંતુ ભારત અને વિદેશમાં પણ વેચાણ થઈ રહ્યું છે. જેમાં રાજ્ય સરકાર પ્રેરિત સરસ મેળાઓનું અમૂલ્ય યોગદાન રહેલું છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહીરે જણાવ્યું હતું કે નવસારીની જનતા ચોક્કસ મુલાકાત લઈ અહી પધારેલ સ્વસહાય જૂથના સ્ટોલની મલકાત લઈ બહેનોનો ઉત્સાહ વધારશે આ પ્રસંગે નવસારી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ પ્રસાંગિક ઉદબોધન કર્યું હતું. નવસારી જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે નવસારીના લોકો વધુમાં વધુ મુલાકાત લેવાનું આહવાન કર્યું હતું. મંત્રી પટેલ તેમજ મહાનુભાવોએ સખી મંડળોના સ્ટોલોની મુલાકાત લઇ પ્રોડકટ વિશે જાણકારી મેળવી તેમની સાથે સંવાદ કર્યો હતો. સખી મંડળમાં 50 જેટલા વિવિધ વસ્તુઓના સ્ટોલ બનાવવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...