વાર્ષિક પદવીદાન સમારોહ:નવસારીની કૃષિ યુનિવર્સિટીમાં પદવીદાન સમારંભ યોજાયો, ડિગ્રી મેળવી ગત વર્ષે 166 વિદ્યાર્થીઓએ નોકરી મેળવી હતી

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્યમાં નામાંકિત કૃષિ યુનિવર્સિટી તરીકે નવસારીની કૃષિ યુનિવર્સિટી એ સંશોધન કાર્ય અને કૃષિ શિક્ષણ વિસ્તરણમાં સમગ્ર દેશમાં નામના મેળવી છે અહીં ભણતર મેળવી વિદ્યાર્થીઓ એ આજે સ્નાતક,અનુસ્નાતક અને ડિપ્લોમાની ડિગ્રી મેળવી છે જેનો આજે વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત મુખ્ય અતિથિ પદે હાજર રહ્યા હતા.

પ્રથમવાર યુનિ.માં ઓનલાઈન આંતરરાષ્ટ્રીય તાલીમ યોજાઈ હતી
યુનિવર્સિટી દ્વારા કૃષિ ક્ષેત્રે વ્યાવસાયિક માવજત તથા રોજગાર ક્ષમતામાં વધારો કરવા માટે વિદ્યાર્થીઓને જરૂરી કૌશલ્યમાં નિપૂર્ણ બનાવવા માટે, 1378 કલાકના કુલ 277 તાલીમ કાર્યક્રમો દ્વારા 16761 સ્નાતક, અનુસ્નાતક તથા ડીપ્લોમાં વિદ્યાર્થીઓને ‘રોજગાર માટે સક્ષમ'' બનાવવા સધન તાલીમ આપી છે. રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર યુનિવર્સિટીના ઘર આંગણે એક અઠવાડિયાના ઓનલાઈન આંતરરાષ્ટ્રીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમવાર જર્મની, પોલેન્ડ, યુ.એસ.એ. તથા ભારતના ખ્યાતનામ પાંચ આંતરરાષ્ટ્રીય તાલીમ આપનાર દ્વારા વિદ્યાર્થીઓને તાલીમ અપાઈ હતી. આમ યુનિવર્સિટીએ પ્રવર્તમાન સમયની માંગને ધ્યાનમાં રાખીને કૃષિ શિક્ષણ ક્ષેત્રે કરેલ પ્રગતિ ખરેખર સરાહનીય છે.

ફળો અને શાકભાજીની ઉત્પાદકતામાં રાજ્ય બીજા ક્રમે છે
કૃષિ ક્ષેત્રે અનેક પડકારો છે દિન પ્રત્ય દિન આ પડકારોમાં વધારો થતો જાય છે આબોહવા પરિવર્તન કૃષિ ક્ષેત્રે જમીનની નાના ટુકડામાં વહેંચણી, વધતું જતું શહેરીકરણ, ઘટતી જતી જમીન અને ફળદ્રુપતા અનિયમિત અને અપૂરતો વરસાદ સિંચાઈના મર્યાદિત સ્ત્રોતો ખેતીવાડીમાં યાંત્રિકરણનો અભાવ ગ્લોબલ વોર્મિંગ અને માળખાકીય સુવિધા નો અભાવ જેવા વિષમ પડકારો ખેતીના વ્યવસાય સમક્ષ ઊભા છે ગુજરાત રાજ્ય દેશના કુલ ભૌગોલિક વિસ્તારના માત્ર સાત ટકા જેટલો હિસ્સો ધરાવે છે તેમ છતાં દેશના અગત્યના પાકો જેવા કે કપાસ મગફળી શેરડી દિવેલા તલ વરિયાળી ઇસબગુલ તંબાકુ તેમજ દૂધ ઉત્પાદનમાં પ્રથમ હરોળમાં હોવાનું ગૌરવ અનુભવે છે ફળો અને શાકભાજીની ઉત્પાદકતામાં રાજ્ય બીજા ક્રમે છે દેશ કક્ષાએ ઉત્પન્ન થતા કુલ દૂધમાં ગુજરાત 8% તથા દરિયાઈ મત્સ્ય ઉત્પાદનમાં 20 ટકા હિસ્સો ધરાવે છે, સહકારી ડેરી ક્ષેત્રે ગુજરાત દેશ માટે મોડેલ રાજ્ય બની રહ્યું છે. રાજ્યમાં 19,522 સહકારી દૂધ ઉત્પાદક મંડળીઓ છે, આજે સ્નાતક, અનુસ્નાતક અને ડિપ્લોમામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ રાજ્ય અને દેશ માટે ઉપયોગી સાબિત થશે.

રાજ્યમાં આવેલી કૃષિ યુનિવર્સિટીમાં નામાંકિત યુનિવર્સિટીમાં આવેલી નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ભણતર મેળવી વિદ્યાર્થીઓ ખેડૂતોને મદદરૂપ થઈને આધુનિક ખેતી તરફ વાળવા સાથે પોતાની ઉજવળ કારકિર્દી પણ બનાવશે. ​​​​​​​રાજ્યના કૃષિ પશુપાલન ગૌણ સંવર્ધન મત્સ્ય ઉદ્યોગ અને ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત ન રહી શકતા વીડિયો મેસેજ દ્વારા ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

ભારતીય સંસ્કૃતિમાં પદવીદાન સમારંભ એ ઋષિ પરંપરાની એક આગવી ધરોહર છે. આ એક એવો અદભૂત અવસર છે, જેમાં વિદ્યાર્થીઓ પોતાના જ્ઞાનમય તપ અને શિક્ષણ સાધનાનું અમૂલ્ય ફળ પ્રાપ્ત કરે છે અને જન સુખાકારીના સંકલ્પ સાથે પોતાની કર્મભૂમિમાં પદાર્પણ કરે છે. વિદ્યાર્થીઓને આ મુકામ સુધી પહોંચાડવા માટે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઝેડ. પી. પટેલ, અધ્યાપકગણ અને કૃષિ વૈજ્ઞાનિકોનો અમૂલ્ય ફાળો છે.
​​​​​​​રાજ્યપાલે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ પોતાના ઉદબોધનમાં કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ સારા કૃષિ વૈજ્ઞાનિકો બનશે તથા ખેડૂતોની આવકમાં માતબર વધારો થતો રહે તે માટે પ્રધાનમંત્રીના આહવાનને સાકાર કરવાના કાર્યમાં સહભાગી થશે. આજે પદવી અને મેડલ મેળવનાર તમામ વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધે, સાથે સાથે આપણાં રાજય અને રાષ્ટ્રના કૃષિ વિકાસમાં સહભાગી બને તેવી અપેક્ષા સાથે મારી હાર્દિક શુભેચ્છા પાઠવું છું.

અન્ય સમાચારો પણ છે...