તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પદવીદાન:નવસારી કૃષિ યુનિ.માં રાજ્યપાલે 37ને પદવી એનાયત કરી, 650થી વધુને ઓનલાઇન પદવી એનાયત કરાઈ

નવસારી25 દિવસ પહેલા
 • સિદ્ધિ મેળવી ચૂકેલા કૃષિ વૈજ્ઞાનિકોને પણ સન્માનિત કર્યા હતા

દેશની અગ્રહરોળમાં આવતી નવસારી કૃષિ યુનિવર્સિટીના 16માં પદવીદાન સમારંભમાં રાજ્યના મહામુહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી સન્માનિત કર્યા હતા જેમાં કોવિડ 19ની ગાઈડ લાઇનને ખાસ ધ્યાન રાખીને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આચાર્ય દેવવ્રતજીએ માત્ર 37 લોકોને પદવી એનાયત કરી હતી અને 650થી વધુ વિદ્યાર્થીઓને ઓનલાઈન પદવી એનાયત કરવામાં આવી હતી.

રાજ્યપાલ ની ઉપસ્થિતિમાં આજે નવસારી એગ્રીકલચર કોલેજમાં પદવીદાન સમારંભ રાખવામાં આવ્યો હતો. જેમાં સિદ્ધિ મેળવી ચૂકેલા કૃષિ વૈજ્ઞાનિકોને પણ સન્માનિત કર્યા હતા. કોરોનાના કારણે 150 મહાનુભાવોની હાજરીમાં પદવીદાન સમારંભ યોજાયો હતો. જેમાં રાજ્યપાલે ખેતીપ્રધાન દેશમાં ખેતીને પ્રોત્સાહન મળે એવું સંબોધન કર્યું હતું. તેમજ આપણે ઋષિ મુનિની સંતાન છે અને વૈદિક માણસોની પરંપરા જાળવવાની જવાબદારી સૌની છે જે ક્રાંતિ લઈને આવે તેનો વિરોધ આજે ચાલી રહ્યો છે એવી ખેડૂત આંદોલનને લઈને કટાક્ષ કર્યો હતો.

આચારસંહિતાને પગલે કૃષિ મંત્રીએ આવવાનું ટાળ્યું

આદર્શ આચારસંહિતા લાગુ હોવાથી કૃષિ મંત્રી આર.સી.ફળદુએ લેખિત શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો, રાજ્યપાલએ ડીગ્રી મેળવનાર વિદ્યાર્થીઓને સજીવ ખેતી તરફ સંશોધન કરવા પર ભાર મુક્યો હતો. સાથે કૃષિ આંદોલનના પ્રશ્ન પર જવાબ આપવાનું ટાળ્યું હતું. ભારતમાં ગૃરું શિષ્યની પરંપરા હોવાની વાત કહી હતી અને આજે આ સંબંધની વ્યાખ્યા ભુલાઈ છે અને હવે આધુનિક કલચરમાં જીવનભર શીખતાં રહેવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો