કોરોના કાળ:સરકારનું અનલોક, વેપારીઓનું લોકડાઉન

નવસારી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીથી સુરત લોકોનું મોટી સંખ્યામાં આવાગમન - Divya Bhaskar
નવસારીથી સુરત લોકોનું મોટી સંખ્યામાં આવાગમન
  • ધંધા-રોજગારને સંકટમાંથી બહાર કાઢવા સરકારે અનલાકમાં વેપારનો સમય વધાર્યો
  • ત્યાં કેસ વધતા વેપારીઓએ સ્વયંભૂ સમય ઘટાડ્યો

સરકારે અનલોક 2 માં વેપાર-ધંધાના સમયમાં છૂટછાટ આપ્યાના 7 જ દિવસમાં નવસારીમાં કોરોનાના વધતા કેસના કારણ હેઠળ વેપારી સંગઠનોએ સ્વૈચ્છીક લોકડાઉન હેઠળ ધંધાના સમયમાં કાપ મૂકી સવારે 6થી રાત્રે 8ના બદલે સવારે 9થી સાંજે 6 સુધી જ ધંધો કરવાનો નિર્ણય 8મી જુલાઈથી 20 જુલાઈ સુધી રાખવાનો નિર્ણય કર્યો હતો.

નવસારીને કોરોનાથી રક્ષિત કરવા વેપારીઆે નુક્સાન વેઠશે
અગાઉ કોરોનાને લઈને નવસારી જિલ્લામાં પણ 31 મે સુધી લોકડાઉન રખાયું અને દુકાનો સહિતની આર્થિક પ્રવૃત્તિનો સમય ઘટાડી દેવાયો હતો. જોકે 1 જૂનથી સરકારે ધંધા-ઉધોગ ધમધમતા કરવા લોકડાઉનની જગ્યાએ અનલોક શરૂ કર્યું હતું. જેમાં પણ 1 જુલાઈથી તો અનલોક 2 માં તો ધંધાના સમયમાં વધુ છૂટછાટ આપી સવારે 6 થી રાત્રે 8 સુધી કરી દેવાયો હતો. જોકે નવસારીમાં હવે કોરોનાના કેસમાં દિન પ્રતિદિન થતા અનલોકમાં ફરી લોકડાઉન કરવાની એક વર્ગમાંથી માગ ઉઠી હતી. જે અંતર્ગત બુધવારે નવસારીના મુખ્ય વેપારી સંગઠન ચેમ્બર ઓફ કોમર્સ સહિતના અનેક વેપારી સંગઠનોના પ્રતિનિધિઓની એક બેઠક મંગળવારે ધારાસભ્ય પિયુષ દેસાઈની ઓફિસે તેમની ઉપસ્થિતિમાં મળી હતી.બેઠકમાં ચર્ચા વિચારણાના અંતે વેપાર-ધંધાના કામકાજનો સમય ઘટાડી સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધીનો  8 જુલાઈથી 20 જુલાઈ સુધી સ્વૈચ્છિક રીતે કરવાનો નિર્ણય લેવાયો હતો. આમ સવારે 3 કલાક અને સાંજે 2 કલાક વેપારનો સમય ઓછો કરાયો છે. જોકે જીવનજરૂરી ચીજવસ્તુઓ આ નિર્ણયમાંથી બાદ કરાઈ છે.

સુરતથી સંક્રમણ જારી, હજારોની અવર-જવર  
કોરોનાના કેસો વધતા નવસારી પંથકમાં તો પુનઃ લોકડાઉનનો નિર્ણય લેવાયો પરંતુ નવસારી પંથકમાં વધેલા કેસોમાં મુખ્ય કારણ સુરતનું સંક્રમણ જોવા મળ્યું છે. હજુય હજારોની સંખ્યામાં નવસારીથી સુરત લોકો નોકરી-ધંધાર્થે અવર-જવર કરી રહ્યાં છે. આ સ્થિતિમાં સુરતનું સંક્રમણજારી રહ્યું છે. આ સુરતનું સંક્રમણ રોકવા હજુ સુધી તંત્રએ કોઇ નક્કર પગલા લિધા નથી અને વધુને વધુ લોકો સુરત જઇ સંક્રમીત થઇ રહ્યા છે. શું નવસારીનું વહીવટી તંત્ર આ બાબતે વિચારશે? 

કેસો વધતા કલેકટરે અપીલ કરવી પડી
જિલ્લા કલેકટર આર્દ્રા અગ્રવાલે જણાવ્યું કે, છેલ્લા અઠવાડિયામાં કોરોના સંક્રમણના કેસ વધુ નોંધાયા હોઇ નાગરિકોએ કોરોના સંક્રમણ બાબતે ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે, નાગરિકો અનિવાર્ય કારણ વિના બહાર જવાનું ટાળવું જોઇએ, ખાસ કરીને ભીડભાડવાળી જગ્યાએ ન જવું જોઈએ. બહાર જવું ખૂબ જ જરૂરી હોય તો માસ્ક જરૂરથી પહેરવું જ. સામાજિક અંતરના નિયમનું પાલન કરવું પણ એટલું જ જરૂરી છે. તેમણે જણાવ્યું હતું  કે, શરદી, ઉધરસ, તાવ જેવા લક્ષણો દેખાય તો તુરંત જ આરોગ્ય તંત્રને જાણ કરવી અને સારવાર લેવી જોઇએ.

વલસાડમાં પણ ધંધાનો સમય ઘટાડાયો
વલસાડ જિલ્લામાં વલસાડ, વાપી, પારડી વગેરે સ્થળે પણ કેસો વધતા ત્યાંના વેપારી સંગઠનોએ ધંધાનો સમય ઓછો કરી સાંજે 4 વાગ્યા સુધી જ કરવાનો નિર્ણય લીધો હતો. કેટલીક જગ્યાએ પણ આવો નિર્ણય લેવાતા નવસારીમાં મંગળવારે ધંધાનો સમય ઘટાડવાનો વેપારી સંગઠનોએ નિર્ણય કર્યો હતો.

82 રિકવર, 91 એક્ટિવ કેસ
નવસારી જિલ્લામાં મંગળવારે ચીખલી, નવસારી અને ગણદેવી તાલુકાના એક-એક દર્દીને રીકવર થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. આ વધુ ત્રણ દર્દી રિકવર થતા કુલ રિકવરની સંખ્યા 82 થઈ હતી. જ્યારે એક્ટિવ કેસ 91 રહ્યા હતા.

સાંજે 4ની વાત, પછી 6એ બંધનો નિર્ણય
નવસારીમાં સાંજે 6 સુધી દુકાન શરૂ રાખવાનો નિર્ણય તો લેવાયો હતો પરંતુ પ્રથમ તો વલસાડની જેમ સાંજે 4 વાગ્યે દુકાન બંધ કરાશે એવી વાત વહેતી થઈ હતી. જોકે સાંજે 6 વાગ્યે દુકાન બંધ રાખવાથી કોરોનાનું સંક્રમણ ઓછુ થશે કે કેમ એ બાબતે પણ મતમતાંતર છે. બીજુ કે દુકાનો વહેલી બંધ કરવા વેપારી સંગઠનો જાતે આગળ આવ્યા કે પાછળ સરકારી તંત્રની અપીલ હતી તે બાબત પણ ચર્ચાસ્પદ છે.

કોરોનાના કેસ વધતા નિર્ણય
નવસારીમાં કોરોનાના વધતા કેસને ધ્યાને લઈ અમે બધા વેપારી સંગઠનોના પ્રતિનિધિ ભેગા થયા હતા. જેમાં વેપાર-ધંધાનો સમય સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી સ્વૈચ્છિકપણે રાખવાનો નિર્ણય લીધો હતો. - શંકરભાઈ એ. પટેલ, સેક્રેટરી, ચેમ્બર ઓફ કોમર્સ

અન્ય સમાચારો પણ છે...