ગૌરવ:ડાંગના વઘઇની સરકારી પોલિટેકનિક કોલેજને આંતરાષ્ટ્રીય સ્તરનું બહુમાન

આહવા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતરની વિશેષ તકો માટે NBAનુ એક્રેડિટેશન મેળવવામાં કોલેજને સફળતા

આજકાલ વિદ્યાર્થીઓ પાસે ડિગ્રીઓ હોય છે, પણ આવડત હોતી નથી. જેના કારણે વિદેશોના ઘણા દેશોમા આપણી ડિગ્રીને માન્ય ગણવામા આવતી નથી. જેના કારણે ભારત સરકાર દ્વારા ‘વોશિંગ્ટન એકોર્ડ’ના માપદંડ અને ધારા ધોરણો મુજબનુ એક સ્ટાન્ડર્ડ નક્કી કરવામા આવ્યુ છે, અને Outcome Based Education (OBE) એટલે કે આવડત આધારિત કેળવણીના ધારાધોરણ નિયત કરવામા આવ્યા છે. આ ધારાધોરણો અને માપદંડોની અગ્નિપરીક્ષામાંથી ડાંગ જિલ્લાની વઘઈની પોલિટેક્નિક કોલેજ પાસ થઈ છે.

ડાંગ જિલ્લામા શિક્ષણ નગરી તરીકે ઉભરી રહેલા વઘઇની સરકારી પોલીટેકનિક કોલેજના પ્રિન્સિપાલ કેતન પટેલના જણાવ્યાનુસાર, સને 2006થી શરૂ થયેલી વઘઇની આ કોલેજનુ ઉત્કૃષ્ટ પરફોર્મન્સ જોઈને, તેની NBA એટલે કે National Board Accreditation માટે પસંદગી કરવામા આવી હતી. જેમા પસંદગી પામેલી દરેક કોલેજોનુ સઘન ઇન્સ્પેકશન કરીને NBA Accredited Certificate આપવાના ધારાધોરણો નિયત કરાયા હતા. ગુજરાતની ઘણી જૂજ કોલેજમા, અને ઘણી ઓછી બ્રાન્ચમા આ NBA Accreditation ની પ્રોસેસ કરવામા આવી હતી.

જેમા 8થી 10 ઓકટોબર 21 દરમિયાન રાષ્ટ્રીય કક્ષાના તજજ્ઞો દ્વારા, આ પોલીટેક્નિકનુ ત્રણ દિવસ સઘન ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. જેમા ભારત સરકાર દ્વારા એન્જિનિયરીંગના તજજ્ઞો દ્વારા સંસ્થાના આચાર્ય, ખાતાના વડા તથા તમામ સ્ટાફને વિવિધ પ્રશ્નો પૂછીને, અહીંની કામગીરીના આધાર, પુરાવા વગેરે ચેક કરાયા હતા. લેબોરેટરીઓ, લાયબ્રેરી, નાણાકીય બજેટ, સ્પોર્ટ્સ વગેરે ફેસિલિટી પણ ચેક કરવામા આવી હતી. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વાલીઓ, કંપનીઓ વગેરે તમામ સ્ટેક હોલ્ડર સાથે પણ, સંસ્થાના સ્ટાફની ગેરહાજરીમા સંસ્થા વિશે ઝીણવટથી પ્રશ્નો પૂછાયા હતા.

આ ઇન્સ્પેકશનમા વડી કચેરી DTE, ગાંધીનગર ના અધિકારીઓ પણ જોડાયા હતા. કુલ ત્રણ દિવસ ચાલેલા આ ઇન્સ્પેકશન માટે કોલેજ દ્વારા ત્રણ વર્ષથી તૈયારીઓ કરવામા આવી હતી.જેમા DTE દ્વારા છેલ્લા 2 વર્ષથી દર મહિને બે વખત ઇન્સ્પેકશન, મેન્ટરિંગ કરવામા આવી રહ્યું હતું. આ ત્રણ વર્ષની મહેનતથી આ કોલેજનું GTU ની પરીક્ષામા પણ 100 ટકા પરિણામ રહ્યું હતું તથા પ્લેસમેન્ટ પણ વધ્યું હતુ. સાથે પોતાનો વ્યવસાય કરનારા વિદ્યાર્થીઓમા પણ વધારો નોંધાયો હતો.

હવે આ પ્રક્રિયા સતત ચાલતી રહેશે, એટલે આ કોલેજમા હજુ વધુ રિઝલ્ટ, પ્લેસમેન્ટ, ઉદ્યોગ સાહસિકતા ના પરિણામો મળવાની શક્યતા ઉજ્જવળ બની છે. આ માટે પ્રથમ તબક્કામા આખા ગુજરાતમા 30 માંથી માત્ર 15 પોલીટેકનિકની પસંદગી કરાઈ હતી અને એમા પણ જંગલ કે અંતરિયાળ વિસ્તારમા આવેલી, આ એકમાત્ર વઘઇ કોલેજની પસંદગી કરવામા આવી હતી. ભારતભરની મોટા શહેરોમા આવેલી એન્જિનિયરીંગ કોલેજો માટે પણ કપરામા કપરુ ગણાતુ આ NBA એક્રેડિટેશન મેળવવામા સફળતા મળવા બદલ, ગુજરાતના ટેકનિકલ એજ્યુકેશનના સ્ટાફ અને વિદ્યાર્થીઓમા આનંદ અને ઉત્સાહની લાગણી ફેલાઇ જવા સાથે, હજુ વધુ સફળતા માટે કટિબદ્ધતા વ્યક્ત કરાય છે.

સરકારી પોલીટેક્નિક વઘઇમા ડિપ્લોમા એન્જિનિયરીંગના અભ્યાસક્રમ ભણાવવામા આવે છે. જેમા ધોરણ 10 પાસ વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે. અહીં કમ્પ્યૂટર એન્જિનિયરીંગમા 60 સીટ, સિવિલ એન્જીનીયરીંગમા 60 સીટ અને મિકેનિકલ એન્જિનિયરીંગમા 30થી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ લઈને, પોતાની કારકિર્દીને નવી ઉંચાઈ એ લઈ જઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...