મકર સંક્રાંતિ પહેલાં સૂર્ય પર્વ:9મીએ રવિવાર અને ભાનુ સાતમનો શુભ સંયોગ, આ દિવસે સૂર્ય પૂજા કરવાથી સારૂ સ્વાસ્થ્ય મળે છે

નવસારી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અર્ઘ્ય આપતા સમયે ૐ ધૃણિ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો

રવિવારે પોષ મહિનાના સુદ પક્ષની સાતમ છે. પુરાણોમાં તેને ભાનુ સાતમ કહેવામાં આવે છે. આ દિવસે સૂર્ય પૂજા અને વ્રત કરવાથી બીમારીઓ દૂર થવા લાગે છે અને ઉંમર પણ વધે છે. આ દિવસે મકર સંક્રાંતિ પહેલાં સૂર્ય પૂજાનો પર્વ છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને જરૂરિયાતમંદ લોકોને દાન આપવાનું ખાસ મહત્ત્વ છે. આ પર્વમાં કોઈ નદીમાં સ્નાન કરી શકો નહીં તો ઘરના પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરી શકાય છે. આવું કરવાથી પણ નદીમાં સ્નાન કરવા સમાન પુણ્ય મળી શકે છે. સ્નાન કર્યા પછી સૂર્ય મંત્રનો જાપ કરીને સૂર્યને જળ ચઢાવવું જોઈએ.

ભાનુ સાતમના દિવસે સૂર્યોદય પહેલા જાગવું. પાણીમાં લાલ ચંદન અને તલ મિક્સ કરીને સ્નાન કરવું. તેના પછી ઉગતા સૂર્યને જળ ચઢાવવું. તેના માટે તાંબાના લોટાનો ઉપયોગ કરો. તે લોટામાં લાલ ફૂલ, લાલ ચંદન અને ચોખા રાખો. પછી સૂર્યને અર્ઘ્ય આપો. અર્ઘ્ય આપતા સમયે ૐ ધૃણિ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો.

પછી સૂર્યને પ્રણામ કરો. સૂર્યદેવ પંચદેવોમાંથી એક છે. રોજ સવારે સ્નાન કર્યા પછી સૂર્યને જળ ચઢાવવાની પરંપરા છે. આવું કરવાથી પાપ દૂર થાય છે. પુણ્ય મળે છે. સાથે જ સ્વાસ્થ્યમાં ફાયદો થાય છે. સૂર્યને જળ ચઢાવવાથી ચામડીની ચમક વધે છે. આળસ દૂર થાય છે અને આંખનું તેજ પણ વધે છે.

ભવિષ્ય પુરાણોમાં શ્રીકૃષ્ણએ પોતાના પુત્ર સાંબને સૂર્યનો મહિમા જણાવ્યો છે. શ્રીકૃષ્ણએ કહ્યું કે સૂર્યદેવ એકમાત્ર પ્રત્યેક્ષ દેવતા છે. જે વ્યક્તિ શ્રદ્ધા અને ભક્તિ સાથે સૂર્યદેવની પૂજા કરે છે, તેને સારા સ્વાસ્થ્ય સાથે સોભાગ્ય પણ મળે છે. સૂર્ય, હનુમાનજીના ગુરુ છે. સૂર્ય પૂજા કરવાથી તેમને દિવ્ય જ્ઞાન મળ્યું હતું.

ભાનુ સાતમના દિવસે આ દાન કરી શકાય
પોષ મહિનાની સાતમના દિવસે તાંબાના વાસણ, ઊનના કપડાં, ઘઉ, ગોળ અને લાલ ચંદનનું દાન કરવામાં આવી શકે છે. આ સિવાય તલ અને જરૂરિયાતમંદ લોકોને અન્નદાન કરી શકાય છે. બ્રાહ્મણ ભોજન કરાવવું જોઈએ. લોકોને બૂટ-ચપ્પલનું દાન પણ કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...