એશિયન ગેમ્સ:નવસારી સ્વામિનારાયણ શાળાના વિદ્યાર્થીઓને કબડ્ડીમાં ગોલ્ડ મેડલ

નવસારી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નેપાળના પોખરા શહેરમાં એશિયન ગેમ્સનું આયોજન કરાયું હતુ

નવસારી નેપાલના પોખરા શહેર ખાતે એશિયન ગેમ્સ 2021નું આયોજન થયું હતું. આ એશિયન ગેમ્સમાં નવસારીની સ્વામિનારાયણ શાળા દ્વારા કબડી રમતમાં ભારત દેશનું પ્રતિનિદિતવ કર્યું હતું. કોરોનાના લીધે આ વર્ષે એશિયન ગેમ્સમાં ઓછા દેશોએ ભાગ લીધો હતો. ભારત તરફથી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવી દેશ જિલ્લા અને શાળાનું ગૌરવ વધાર્યું હતું.

શાળા પરિવાર તરફથી ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ ખેલાડીઓ વર્લ્ડ ટૂરની તૈયારીઓ કરવા માંડ્યા છે. જેથી કરીને આવનારા દિવસોમાં ટીમ દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ દેશ અને શાળાનું નામ રોશન કરશે.

અન્ય સમાચારો પણ છે...