નવસારીમાં છેલ્લા બે વર્ષથી સામાજિક સંસ્થા તરીકે ઉભરી આવેલ રોબિનહૂડ આર્મીની કામગીરી વખાણવા લાયક રહી છે. કોરોનાની દ્વિતિય ફેઝમાં પણ તેમણે લોકોને ઘરે-ઘરે ટિફિન પહોંચાડીને લોકોને કપરા સમયમાં જઠરાગ્નિ ઠારવામાં મદદરૂપ થયા છે. સેવાકીય કાર્યમાં અગ્રેસર એવી રોબિનહૂડ સંસ્થા આવનારા 75માં આઝાદીના પર્વેને અનોખી રીતે ઉજવવાની તૈયારી કરી રહ્યું છે.
સ્વતંત્રતા પર્વની ઉજવણી દેશના દરેક લોકો કરે છે, પણ તેમાં એવા કેટલાય એવા લોકો પણ છે કે તેઓ માત્ર રાષ્ટ્રધ્વજને સલામી આપીને નહીં પણ ખરા અર્થમાં કોઇને મદદરૂપ બનીને આઝાદી પર્વ ઉજવે છે. કંઇક આવી જ કામગીરી દર વર્ષે રોબિનહૂડ આર્મી કરે છે.
રોબિનહૂડ આર્મી સેવાકીય પ્રવૃત્તિનું પર્યાય બની ગયુ છે. ભૂખ્યાને ભોજન હોય, કોરોનાકાળમાં કોરોન્ટાઇન લોકોને ઘરે ટિફિન સેવા ઉપલબ્ધ કરાવવાની હોય, વેલેન્ટાઇન ડેને રોટી ડે તરીકે ઉજવણી કરવાની કામગીરી હોય કે પછી હોટલોમાં બચેલા ભોજનને ગરીબો સુધી પહોંચાડવાની કામગીરી હોય દરેક કામગીરીમાં રોબિનહૂડ આર્મીના રોબિન અગ્રેસર રહી નિસ્વાર્થ ભાવે અવિરત કામગીરી કરી રહ્યું છે. આ વખતે સ્વતંત્રતા પર્વે પણ તેઓ ખાસ પ્રકારની ઉજવણી કરવા જઇ રહ્યાં છે. રોબિનહૂડ આર્મીનો ઉદ્દેશ છે કે, દેશને ભૂખથી આઝાદી અપાવવાનો છે.
કોઇપણ પ્રકારની આર્થિક સહાય વગર કાર્ય કરતી આ આર્મી હાલમાં ચોખા, ધઉં અને દાળ શેહરમાંથી ઉઘરાવી તેનું ગરીબોમાં વિતરણ કરશે. રોબિનહૂડ આર્મી દ્વારા દરેક તહેવારોએ ભૂખ્યા લોકોને ભોજન આપવાની કામગીરી તો કરાય છે ઉપરાંત રોજેરોજ હોટલ તથા રોસ્ટોરામાંથી બચેલું ભોજન પણ તેઓ ભૂખ્યા લોકો સુધી પહોંચાડવાની કામગીરી કરી રહ્યાં છે. આ કામગીરીમાં રોબિનહૂડ આર્મીની સાથે જેસીઆઇ નવસારી પણ જોડાયું છે. સ્વતંત્રતા દિને ભૂખ્યાને અનાજ અને ભોજન પહોંચાડશે.
રોબિનહૂડ આર્મી 236 કરતા વધુ શહેર સિવાય વિદેશમાં પણ કાર્ય કરી રહી છે
રોબિનહૂડ આર્મીની કામગીરી વાત કરીએ તો 2014માં પહેલા 8 શહેરોમાં શરૂ થયું હતું. આ બાદ જેમ જેમ વર્ષો વધતા ગયા અને લોકો તેમની કામગીરીમાં જોડાતા ગયા. હાલમાં રોબિનહૂડ આર્મી 236 કરતા પણ વધુ શહેરોમાં પોતાની સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે. આ સાથે જ બહેરીન, બોટ્સવાના, પાકિસ્તાન, ફિલિપિન્સ, શ્રીલંકા, નેપાળ, યુગાન્ડા, મલેશિયા જેવા દેશોમાં પણ કાર્યરત છે. આજદિન સુધીમાં રસ્તા પર રહેતા 7328 કરતા પણ વધુ બાળકોને પ્રાથમિક શિક્ષણ પણ રોબિનહૂડ આર્મી દ્વારા અપાયું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.