તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અખિલ ભારતીય સંકલિત પુષ્પ વિજ્ઞાન સંશોધન પરિયોજના:કૃષિ યુનિવર્સિટીમાં ગ્લેડીયોલસ અને સેવંતી દિવસ ઉજવાયો

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

અખિલ ભારતીય સંકલિત પુષ્પ વિજ્ઞાન સંશોધન પરિયોજના અંતર્ગત અસ્પી બાગાયત-વ-વનીય મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી ગ્લેડીયોલસ અને સેવંતી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમના અધ્યક્ષ ડો. એસ.આર.ચૌધરી દ્વારા કાર્યક્રમનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. તેમણે ખેડૂતોને બજાર વ્યવસ્થાને ધ્યાને રાખી આયોજન કરવા જણાવ્યું હતું તથા ખેડૂતોના ઉત્પાદનોના સીધા જ વેચાણ માટે યુનિવર્સિટી ખાતેથી જગ્યા પુરી પાડવા માટેની યોજના પર કામકાજ ચાલી રહ્યું છે તેમ જણાવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. સી. કે. ટીંબડીયા ઉપસ્થિત રહી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી તથા ખેડૂતોને લીલીની ખેતીની જેમ અન્ય ફૂલોની ખેતી કરતા થાય અને જાતે જ વેચાણ વ્યવસ્થા કરી વધુ નફો મેળવવા જણાવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમના માર્ગદર્શક અસ્પી બાગાયત-વ-વનીય મહાવિદ્યાલયના આચાર્ય અને ડીન ડો. પી.કે.શ્રીવાસ્તવ દ્વારા અલગ અલગ ઋતુમાં ફૂલોની ખેતી કરી વધુ નફો મેળવી શકાય તેમ જણાવ્યું હતું. કાર્યક્રમના આયોજક તથા AICRP ફ્લોરીકલ્ચરના પ્રોજેક્ટના ઇન્ચાર્જ ડો. એસ.એલ.ચાવલા દ્વારા ફ્લોરીકલ્ચર ફાર્મ તથા પ્રસર્જનની વિવિધ પદ્ધતિની માહિતી પૂરી પાડવામાં આવી હતી. ડો. સુધા પાટીલ દ્વારા ગ્લેડીયોલસ અને ડો. દિપલ ભટ્ટ દ્વારા સેવંતીની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે માહિતી આપાવામાં આવી હતી.

ડો. પરેશ પટેલ દ્વારા ફૂલપાકોના રોગ તથા ડો. સ્નેહલ પટેલ દ્વારા ફૂલપાકો જીવાત વિશે માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનનું સંચાલન ડો. આર.એ.ગુર્જર,વૈજ્ઞાનિક (બાગાયત) કેવિકે, નવસારી દ્વારા કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો