ધાર્મિક:દરેકને આનંદ આપે, સુખીયા કરે છે એટલે સંતને પરમ હિતકારી કહેવાય

નવસારી12 દિવસ પહેલા
  • કૉપી લિંક

સદગુરૂ પૃથ્વી ઉપરથી ક્યારેય જતા જ નથી. ભગવાનના અખંડધારક સંતનું અવતરણ સમગ્ર સૃષ્ટિ માટે આનંદદાયક હોય છે. ગુણાતીત સંતનું પ્રાગટ્ય પરોપકાર માટે-અન્યોના કલ્યાણ-અન્યોના શ્રેય માટે જ હોય છે અને તેથી સંત પરમ હિતકારી કહેવાય છે. જેમ સૂર્યના કિરણો, વરસાદ, ચંદ્રની શીતળતા, વૃક્ષો, નદી વગેરે સર્વેને સરખો જ લાભ આપે છે તેમ ગુણાતીત સંત પણ અન્યોનો શ્રેય માટે પરોપકાર માટે જીવન સમર્પિત કરી દે છે. દરેકને આનંદ આપે છે, સુખીયા કરે છે એટલે જ સંતને પરમ હિતકારી કહેવાય છે. ઉપરોક્ત શબ્દો બ્રહ્મવિહારી સ્વામીએ સંતનો મહિમા સમજાવતા ઉચ્ચાર્યા હતા.

તેમણે બ્રહ્મવિહારી સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે આપણે જન્મ કર્મને આધિન છે. જ્યારે સદપુરૂષનો જન્મ આપણા કલ્યાણ માટે આપણા મોક્ષ માટે હોય છે. સંત જ આપણને ભગવાનની ઓળખાણ કરાવી આપણને શુદ્ધ બનાવી ભગવાનના ખોળામાં બેસાડી દે છે. નિત્ય સત્સંગ કરી સંતને જીવનમાં મુખ્ય બનાવી તેમના વિશે દિવ્યભાવ, અખંડ નિર્દોષભાવ રાખવો, સંત જ ભગવાનમાં શ્રદ્ધા દૃઢ કરાવે છે. આ પ્રસંગે દૃશ્ય શ્રાવ્યના માધ્યમથી આદિવાસી વિસ્તારમાં લોકોને વ્યસનમુક્ત, માંસાહાર મુક્ત, અંધશ્રદ્ધા વગેરેમાંથી મુક્ત કરાવી સમગ્ર જીવન પરિવર્તન દ્વારા સુખિયા કર્યા તેના પ્રસંગો દર્શાવાયા હતા.

પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજ દ્વારા આદિવાસીઓના કેવા જીવન પરિવર્તન થયેલા તેની પ્રતીતિ કરાવી હતી. આદિવાસી ઉત્થાન માટે કરાવેલા કામો અને તેમનામાં આવેલું પરિવર્તનને ધ્યાનમાં રાખી સંતને ખરા અર્થમાં પરમહિતકારી તરીકે લેખાયા છે. સંત દરેકને આનંદ આપે છે.

અન્ય સમાચારો પણ છે...