તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગણી:શહેરી ખેડૂતોને નુકસાનનું યોગ્ય વળતર આપો : AAP

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારી જિલ્લામાં તાઉતે વાવઝોડાના પગલે ખેડૂતોને થયેલું નુકસાનનું વળતર ચૂકવવા આપ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. કરી હતી.

નવસારી જિલ્લામાં આપના પ્રમુખ ચંદ્રકાન્ત રાણા, વસીમ પાનવાળા, અંકુરભાઈ સહિતનાએ ખેડૂતોને તાઉતે વાવાઝોડાને પગલે થયેલા નુકસાન બાબતે વળતર ચૂકવવા કલકેટરને આવેદનપત્ર આપી ફરિયાદ કરી હતી. જેમાં જણાવ્યું કે એપ્રિલ માસમાં ગુજરાતમાં આવેલા તાઉતે વાવાઝોડાથી નવસારી જિલ્લામાં લગભગ દરેક ખેડૂતને પારાવાર નુકસાન થયું છે. જેના વળતર અંગે હાલમાં જરૂરી કાર્યવાહી સરકાર દ્વારા થઇ રહી છે.

ગત વર્ષે નવસારી નગરપાલિકાનું હદ-વિસ્તરણ કરી વિજલપોર નગરપાલિકા અને આજુ-બાજુના આઠ ગામનો નવસારી- વિજલપોર પાલિકામાં સમાવેશ કરાયો હતો. તાઉતે વાવાઝોડાના કારણે નવસારી પાલિકા વિસ્તારમાં આવેલા ખેડૂતોના ખેતરો અને વાડીમાં વિવિધ ઉભા પાકોને પારાવાર નુકસાન થયું છે. વિવિધ વાડીઓમાં કેરીના પાકને પારાવાર નુકસાન તેમજ ઘણા ઝાડો પડી ગયા છે પરંતુ નવસારી પાલિકા હદ-વિસ્તારમાં આવેલ ખેતરો અને વાડીઓના માલિકોને થયેલા નુકસાન અંગે વળતર આપવામાં આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...