તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:વાવાઝોડામાં ખેતીપાકના નુકસાનનું સ્પેશિયલ પેકેજ આપો : કિસાન કોંગ્રેસ

નવસારી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વ્યાજ વગરની લોન, રિસરવેની માંગ સાથે અધિક કલેક્ટરને આવેદનપત્ર

નવસારી જિલ્લામાં ગત 18મીએ તાઉતે વાવાઝોડાની અસર ખેતીપાકોને થઈ છે. સરકાર દ્વારા પેકેજ આપ્યું છે. તે આર્થિક નુકસાન સામે નહીંવત હોય સરકાર દ્વારા તાલુકા પ્રમાણે સ્થળ મુલાકાત લઈ ખેડૂતોને સ્થળે રાખી નુકસાન પંચનામાં પર સહી લેવી જોઈએ, વગર વ્યાજની લોન અને સ્પેશ્યલ પેકેજ મળે તે માટે નવસારી જિલ્લા કિસાન કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને ઉદ્દેશીને આવેદનપત્ર આપ્યું હતું.

જિલ્લામાં તાઉતે વાવાઝોડામાં ખેતીપાકને થયેલા નુકસાન બાબતે નવસારી જિલ્લા કિસાન કોંગ્રેસના હિમાંશુ વશી, હાર્દિક પટેલ, સિદ્ધાર્થ દેસાઈ, નિરવ નાયક, સી.પી.નાયકની ઉપસ્થિતમાં મુખ્યમંત્રીને સંબોધીને અધિક કલેકટરને આવેદનપત્ર આપવામા આવ્યું હતું. જેમાં જણાવ્યું કે, નવસારી જિલ્લામાં વાવાઝોડાના પગલે 60 ટકા શેરડી પાક, ડાંગરના 60થી 70 ટકા પાક તેમજ અન્ય પાકોને પણ 50 થી 60 ટકા નુકસાન થયું છે.

આ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કુલ 1500 કરોડનું પેકેજ જાહેર કર્યું છે તેમજ સરકાર દ્વારા બે હેકટર જમીન માલિકી ધરાવતા ખેડૂતોને 30 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે. હાલની સહાય નહીંવત કહી શકાય એમ છે.

તાત્કાલિક ધોરણે નિયમોમાં ફેરફાર કરી નુકસાનીની સહાય બે હેકટરથી વધુ હેકટરમાં કરવામાં આવે અને એ મુજબનું જિલ્લાને આર્થિક સ્પેશ્યલ પેકેજ જાહેર કરાય તથા વળતરના નિયમે પાકોની કિંમત બાજુએ મૂકી બજાર કિંમત પ્રમાણે ઝાડોની કિંમતની ગણતરી થાય તો જ ખેડૂતોને યોગ્ય ન્યાય મળશે. પાક નિષ્ફળ જતાં આર્થિક ફટકો પડયો છે. જેથી વગર વ્યાજની લોન મળી રહે તે માટે પગલાં લેવા માટે અપીલ કરી હતી.

સરવેમાં હેકટરમાં થયેલી નુકસાનીનો આંકડો છેતરામણો
નવસારી જિલ્લામાં વાવાઝોડાને પગલે સાર્વત્રિક નુકસાન થયું છે, એની સામે સરકારી સરવેમાં હેકટરમાં થયેલી નુક્સાનીનો આંક ખેડૂતો માટે છેતરામણો છે, સરવેમા નુકસાની હેક્ટર ઘટી જવાના કારણે જિલ્લાના જૂજ ખેડૂતોને જ સહાયનો લાભ મળશે. ખેડૂતોને પાક નુકસાની કારણે મોટુ આર્થિક નુકસાન વધુ સામે સરકારી સહાય નહીંવત સમાન કહીં શકાય છે. - હિમાંશુ વશી, ચેરમેન, નવસારી જિલ્લા કિસાન કોંગ્રેસ

અન્ય સમાચારો પણ છે...