તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી:ડાંગના વધઈનો ગીરા ધોધ અષાઢી બીજના દિવસે સક્રિય થતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો

નવસારી21 દિવસ પહેલા
  • ગત વર્ષે કોરોના મહામારીના પગલે ગીરા ધોધ પ્રવાસીઓ માટે બંધ રખાયો હતો

ચોમાસા પ્રારંભ સાથે ડાંગ જિલ્લામાં અને ઉપરવાસમાં મેઘમહેર થતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. જિલ્લામાં આવતા પ્રવાસીઓ માટે સાપુતારા પછી ગીરા ધોધ આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. ત્યારે આજથી વધઈ પાસે આવેલો ગીરા ધોધ પણ સક્રિય થતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક સમય થી ધીમીધારે વરસાદ પડતાં અંબિકા નદીમાં નવા નીર આવ્યા છે,

અંબિકા નદીમાં પાણીનો પ્રવાહ વધતા ગીરાધોધ સક્રિય બન્યો છે. ડાંગ જિલ્લાના પ્રયટક સ્થળોમાં સાપુતારા બાદ સૌને મનગમતું સ્થળ એટલે ગીરાધોધ અહીંયા પાણી આવતાજ પ્રવાસીઓની ભીડ જામેં છે. ગત વર્ષે કોરોના માં લોકડાઉનને લઈને ગીરાધોધ બંધ રાખવામાં આવ્યો હતો, જોકે આ વર્ષે છૂટ મળતાજ લોકો કુદરતી સૌંદર્યનો આનંદ લેવા અહીંયા પહોંચી રહ્યા છે. વહીવટી તંત્ર એ પ્રવાસીઓની સુરક્ષા માટે ગીરાધોધ નજીક સુરક્ષા ગાર્ડ ઉભા રાખ્યા છે જે લોકોને ધોધ નજીક જતા રોકી જાહેરનામાનું પાલન કરાવી રહ્યા છે.

ગીરાધોધ ના કુદરતી સૌંદર્યને નિહાળવા માટે દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતથી સહેલાણીઓ ચોમાસાના મનમોહક વાતાવરણને માણવા માટે ઉમટી પડે છે,આ કોરોના ને કારણે તમામ જાહેર સ્થળો પર નિયંત્રણ લાદવામાં આવ્યા હતા,કેસની સખ્યાં ઘટતા ડાંગના વાતાવરણ ને માણવા માટે લોકો ગીરાધોધ પર મોટી સખ્યાં જોવા મળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...