તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવાની સુગંધ:12 લાખના 24 ઓક્સિજન મશીનની દર્દીઓને ભેટ

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નવસારીમાં ઓક્સિજનના સાધનોની અછતને પગલે સિંધી કેમ્પના યુવાનોની માનવસેવા

નવસારીમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો અને હોસ્પિટલમાં ઓક્સિજનની અછત ગંભીર સમસ્યાઓનું નિર્માણ થયું છે, ત્યારે નવસારીમાં સિંધી કેમ્પના યુવાનોએ પોતાની રીતે નાણાં ભેગા કરી ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન લાવીને વિનામૂલ્યે લોકોને સેવા માટે આપ્યા છે. એક જ દિવસમાં 24 જેટલા મશીનો વિનામૂલ્યે દર્દીઓને વપરાશ માટે માનવતાના ધોરણે આપ્યા છે. હજુ પણ નવસારીમાં માંગ વધતા 50થી વધુ લોકો મશીન માટે વેઈટીંગમાં હોવાનું યુવાનોએ જણાવ્યું હતું.

નવસારીમાં વેપારી તરીકે ગણના થાય છે, તેવા સિંધી સમાજના યુવાનો કર્મભૂમિ અને માતૃભૂમિનું ઋણ અદા કરવા માટે આગળ આવ્યા છે. નવસારીમાં કોરોનાના સંક્રમણ વધવાને કારણે 11 હોસ્પિટલમાં જગ્યા નથી. રોજ દર્દીઓ વધી રહ્યા છે, ત્યારે સિંધી સમાજના યુવાનો ભેગા થઈ નવસારી માટે ઋણ અદા કરવા આગળ આવ્યા અને આશરે 12 લાખના 24 ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન લાવ્યા.

નવસારીમાં વિનામૂલ્યે સેવા માટેની જાહેરાત કરી અને માત્ર 6 કલાકમાં જ આ 24 મશીનો દર્દીઓના સગાંવહાલાં આવીને લઈ ગયા અને 50થી વધુ લોકો મશીનની સેવા માટે વેઈટીંગમાં હોવાની માહિતી સિંધી સમાજના યુવાનોએ આપી છે.

ઓક્સિજન મશીન જોઈએ છે પણ મશીન મળતા નથી
નવસારીમાં ઓક્સિજન સહિતના સાધનોની અછતને પગલે અમે યુવાનો ભેગા થઈ અમારા ખર્ચે અમદાવાદ સુરતથી જેટલા મશીન મળ્યા તેટલા લાવ્યા છે. હમણાં સુધીમાં 24 જેટલા મશીનો 10 થી 12 લાખના ખર્ચે મશીનો લાવ્યા છે. ટૂંકા સમયમાં જ મશીનો દર્દીઓના સગાઓ લઈ ગયા હજુ મશીન અમને જોઈએ છે. જેમની પાસે સંપર્ક હોય તે અમને મશીન ખરીદવા માહિતી આપવા આગળ આવે. > મોહિત હિરાણી, સિંધી સમાજના યુવક

સિવિલમાં કોવિડ માટેનું મશીન સમસ્ત લેઉવા પાટીદાર સમાજ દ્વારા અર્પણ કરાયું
સમસ્ત લેઉવા પાટીદાર સમાજ ટ્રસ્ટ - નવસારી દ્રારા હાલ માં કોવિદ-19ની મહામારીમાં ગરીબ દર્દીઓને સારવારમાં મદદરૂપ થવા સ્વિત્ઝરલેન્ડનું મેડીકલ મીસ્પા આઇ-૩ નામનું મશીન લેબોરેટરી માટે નવસારી સ્થિત સિવીલ હોસ્પિટલમાં નવસારીના કલેકટરના માર્ગદર્શન હેઠળ સંસ્થાના ટ્રસ્ટી મંડળ અને કાર્યવાહક સમિતિ સદશ્યો દ્વારા રૂા.2.50 લાખ ખર્ચે મંગાવી લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.

સમસ્ત લેઉઆ પાટીદાર સમાજના પ્રમુખ મહેશભાઈ પટેલે જણાવ્યું કે, આ મશીનમાં કોવિદ-19, ડાયાબીટીસ, હદયરોગ, પ્રોટીન વિગેરે-40 જાતની તપાસ 10 મિનિટમાં તેયાર થાય છે. આ તપાસ માટે સુરત જવુ પડતુ હતુ. દર્દીને મદદરૂપ થવા આ મશીનનું લોકાપર્ણ આજે બુધવારે સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો