તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, રાજ્યના છેવાડાના અંતરિયાળ વિસ્તારોમાં પણ સુપર સ્પેશ્યાલિટી સહિતની આરોગ્ય સેવાઓ પહોંચાડવા નવી હેલ્થ પોલિસીમાં ઇન્સેન્ટીવ યોજના સરકારે શરૂ કરી છે. આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, રાજ્યના દરેક જરૂરતમંદ વ્યક્તિ-દર્દીને ઘરઆંગણે સારામાં સારી સારવાર મળે તેવો રાજ્ય સરકારનો પ્રયાસ છે.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દક્ષિણ ગુજરાતના નવસારી નજીક એ.એમ. નાયક હેલ્થ કેર કોમ્પલેક્ષમાં ‘નિરાલી કેન્સર હોસ્પિટલના’ ઉદઘાટન અવસરે સંબોધન કરતા કહ્યા હતા.
આ હોસ્પિટલનું નિર્માણ એલ ઍન્ડ ટીના ચેરમેન, પદ્મવિભૂષણ અનિલ નાયક સંચાલિત એ.એમ. નાયક હેલ્થ કેર એન્ડ ઍજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ દક્ષિણ ગુજરાતના આદિજાતિ વિસ્તારોના ગરીબ-જરૂરતમંદ પરિવારોની આરોગ્ય સુખાકારી માટે આ અદ્યતન હોસ્પિટલ ઉત્કૃષ્ટ સેવા-સારવાર માધ્યમ બનશે તેવી અપેક્ષા વ્યકત કરી હતી. વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યું કે, કેન્સર જેવી ગંભીર બિમારી સહિત અન્ય ગંભીર રોગોની સારવાર માટે ગરીબ પરિવારોને કોઇ પાસે હાથ લાંબો ન કરવો પડે તે માટે 60 લાખથી વધુ પરિવારોને મુખ્યમંત્રી અમૃત્તમ વાત્સલ્ય કાર્ડ અંતર્ગત આવરી લઇને રૂ. 3 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે સરકાર પૂરી પાડે છે.
તેમણે પ્રધાનમંત્રીએ આયુષ્યમાન ભારત અન્વયે આવા પરિવારોને રૂ. 5 લાખ સુધીની વિનામૂલ્યે સારવારની જે યોજના કરી છે તેનો પણ રાજ્યના જરૂરતમંદ લોકોને લાભ મળી રહ્યો છે તેની ભૂમિકા આપી હતી. પોતાની સંપત્તિનો સદુપયોગ કરનારા નાયક પરિવારની ભાવનાને બિરદાવતા મુખ્યમંત્રીએ સંવેદનશીલ હૃદય ભાગ્યશાળી માનવીઓના જ હોય છે તેમ જણાવી બીજાના આંસુઓ લુછવાનું પુણ્યકર્મ નાયક પરિવાર બખૂબી નિભાવી રહ્યું છે તેની પ્રસંશા કરી હતી.
શિક્ષણ અને આરોગ્ય ઉપર લક્ષ કેન્દ્રિત કરીને પોતાની સંપત્તિનો બહુજન હિતાય, બહુજન સુખાયના મંત્ર સાથે ઉપયોગ કરનારા નાયક પરિવારની ઉદાત્ત ભાવનાને બિરદાવતા મુખ્યમંત્રીએ ખૂબ જ અલ્પ જીવન જીવીને લાખો પરિવારોને નવજીવન આપવાનો માર્ગ બતાવી ગયેલી ચિ. નિરાલીને પુણ્ય આત્મા ગણાવ્યો હતો. મુખ્યમંત્રીએ કોરોના મહામારી સામે કે અન્ય સામાન્ય અથવા ગંભીર રોગની સારવાર માટે મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રકચર સુદૃઢ બનાવી આવનારા સમયમાં ભારતને મેડિકલ ક્ષેત્રે વર્લ્ડ કલાસ હેલ્થ કેરનું અગ્રેસર બનાવવાની નેમ વ્યકત કરી હતી.
પ્રાસંગિક વક્તવ્ય આપતા પદ્મ વિભૂષણ એ.એમ.નાયકે આ હોસ્પિટલ સમાજ માટે નવી આશા અને વિશ્વાસનો નવો યુગ લાવશે તેમ જણાવી, હું મારી જન્મભૂમિ માટે યોગદાન આપવા બદલ અત્યંત ખુશી અનુભવુ છુ તેમ જણાવ્યું હતું. નાયકની પૌત્રીની યાદમા આ હોસ્પિટલનુ નિર્માણ કરવામાં આવ્યું છે. હોસ્પિટલમાં કામગીરી પ્રતિષ્ઠિત અપોલો સીબીસીસી ગ્રુપ દ્વારા હાથ ધરવામાં આવશે, તથા તે ઓન્કોલોજી, ડાયગ્નોસ્ટિક્સ, ન્યુક્લિઅર મેડિસિન, રેડિયોલોજી તેમજ પેઇન મેનેજમેન્ટ, ફિઝિયોથેરાપી વગેરે જેવી અન્ય સેવાને આવરી લેશે.
નિરાલી કેન્સર હોસ્પિટલના લોકાર્પણ સમારોહમાં એ.એમ.એન. ફેમિલી ફ્રેન્ડ્સ એન્ડ એસોસિએટ્સ એ.એમ.નાયક, ગીતા નાયક, વાઇસ ચેરપર્સન પ્રીથા રેડ્ડી, ભાજપા પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ, સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ, બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા, વન અને આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવા, ધારાસભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નિરાલી કેન્સર હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન સ્વાગત વક્તવ્ય જીગ્નેશ નાયકે કર્યું હતું. જ્યારે આભારવિધિ વાય.એસ.ત્રિવેદીએ કરી હતી.
માર્ચમાં ઉપરાષ્ટ્રપતિએ શિલાન્યાસ કર્યો હતો
ગત માર્ચ માસમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ 500 બેડની નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો હતો. જે કેન્સર હોસ્પિટલની બાજુમા જ આવેલી છે. અત્યાધુનિક સુવિધાથી સજ્જ અને નિષ્ણાંત ડોક્ટર્સ દ્વારા સંચાલિત આ હોસ્પિટલ પણ વર્ષ-2022 સુધીમાં કાર્યરત થઇ જશે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.