તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિચિત્ર અકસ્માત:નવસારીના દાંડી માર્ગ પર મહાકાય સાઈનબોર્ડ લોખંડની એંગલ સાથે કાર પર પડ્યું, કારચાલકનો આબાદ બચાવ

નવસારી2 મહિનો પહેલા
  • રસ્તા પરના અન્ય જોખમી સાઈનબોર્ડની ચકાસણી કરવા લોકમાંગ ઉઠી

નવસારીના હાઈવેને અડીને આવેલા સિસોદરા ગામ નજીક ઓવર બ્રિજ થઇને દાંડી જતા સ્ટેટ હાઇવે પર એકાએક સાઈનબોર્ડ અને કિલોમીટર બતાવતું ભારેખમ લોખંડનો બોર્ડ એક કાર પર પડતાં અકસ્માત થયો હતો,જેમાં કારચલાકનો આબાદ બચાવ થયો હતો,જેનો વિડીયો અન્ય કાર ચાલકો એ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યુ છે.

નવસારીથી દાંડી જવા માટે કિલોમીટર દર્શાવતો સાઈન બોર્ડ મુકવામાં આવ્યું છે.જે એકાએક ત્યાંથી પસાર થતી કાર પર પડતા કારનું ઉપરના ભાગનું કચ્ચરઘાણ વળી ગયું હતું અને કારને નુકસાન થયું હતું,પણ કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થતા હાશકારો થયો હતો, જેને પગલે સ્થાનિક લોકોએ ભેગા થઈને કાર ચાલકને બહાર કાઢવામાં મદદ કરી હતી.

આ સમગ્ર મામલે ગ્રામ્ય પોલીસને પૂછતાં કોઈ જાણવાજોગ ફરિયાદ દાખલ થઇ નથી વર્ષો પુરાણા થયેલા સાઈનબોર્ડ કારણે ક્યારેક ત્યાંથી પસાર થતા રાહદારીઓને માથે સંકટ ઊભું થાયુ છે ત્યારે તંત્ર આવા બોર્ડ ની ચકાસણી કરીને તેમાં ઊભી થયેલી ખામી દૂર કરે તે જરૂરી છે હાલ સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...