તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:ગૌવંશને કતલખાને વેચવા આવેલા બે યુવાન ગૌરક્ષકોને જોઇ ભાગી છૂટ્યા

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વલસાડના અજાણ્યા ટેમ્પો ચાલક સામે ફરિયાદ દાખલ

નવસારીના આસણા ગામ પાસે કતલના ઇરાદે ટેમ્પોમાં બે વાછરડા લઈને આવતા હતા ત્યારે પરથાણ ગામે ગૌરક્ષકોને જોતા ટેમ્પમાં આવેલા બે યુવાન ફરાર થઈ ગયા હતા. ગૌરક્ષકોએ વેસ્મા પોલીસને જાણ કરતા પોલીસે ટેમ્પોચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. નવસારીના ગૌરક્ષક સાજનભાઈ ભરવાડને બાતમી મળી હતી કે મંદિર ગામથી બે વાછરડાને લઈ બે યુવાન પીકઅપ (નં. GJ-15-UU-5497) ડાભેલના કતલખાને જાય છે. આ પીકઅપ વેસ્મા ઓવરબ્રિજ પાસેથી પસાર થનાર છે.

જેને લઈને સાજનભાઈ ભરવાડ, વિજયભાઈ ભરવાડ (રોકી), શૈલેષભાઈ શાહ, એમ.ડી.ભરવાડ, ઋતિકભાઇ આહિર, હર્ષદભાઈ પ્રજાપતિ અને ગૌરક્ષકો વેસ્મા બ્રિજ પાસે ઉભા હતા. બાતમીવાળી પીકઅપ આવતા ગૌરક્ષકોને જોઈ પીકઅપમાં બેસેલા બે યુવાન ટેમ્પો મૂકી ત્યાંથી ભાગી ગયા હતા.

આ બાબતે વેસ્મા પોલીસને જાણ કરતા પોલીસે બે ગાય કિંમત રૂ. 8000 અને પિકઅપ કિંમત રૂ. 3 લાખ મળી કુલ રૂ. 3.08 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે અજાણયા આરોપીઓ વિરુદ્ધ પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ તથા પશુ સંરક્ષણ અધિનિયમ તેમજ ગુજરાત પશુ સંરક્ષણ (સુધારા) અધિનિયમ અને ગુજરાત એમવી એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

તપાસ ચાલુ છે
અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ તપાસ હાથ ધરી વેસ્મામાં બે ગાય ટેમ્પોમાં લાવી ફરાર આરોપી અને ટેમ્પો માલિકની શોધખોળ માટે વલસાડ આરટીઓમાં જઇ તપાસ કરતા આ પીકઅપના માલિકે અન્યને આ ટેમ્પો વેચી દીધો હોય તે બાબતે માલિકને જાણ કરી છે. અજાણ્યા યુવાનોની તપાસ ચાલુ છે. - પી.વી.પાટીલ, પીએસઆઈ, વેસ્મા આઉટ પોસ્ટ

અન્ય સમાચારો પણ છે...