પરીક્ષાનું આયોજન:નવસારી જિલ્લાની 30 શાળામાં GAS-3ની પરીક્ષા યોજાઇ

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

GCERT ગાંધીનગર આયોજિત DIET નવસારી અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંકલનથી નવસારી જિલ્લાની 30 શાળામાં ગુજરાત અચિવમેન્ટ સરવે-3 પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.સમગ્ર રાજ્યના તમામ જિલ્લામાં પસંદગીની શાળાઓમાં એક જ સમયે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. COVID-19ની પરિસ્થિતિમાં ONLINE અને OFLINE શિક્ષણમાં બાળકોએ કેટલી અધ્યયન નિષ્પત્તિ પ્રાપ્ત કરી હતી. કેટલા અંશે શિક્ષણ અસરકાર રહ્યું એ જાણવાના હેતુથી સરવે હાથ ધરવામાં આવ્યો હતો.

ગણિત, ભાષા, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન એમ 4 વિષયમાંથી દરેક વિષયના 15 પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. આ પ્રશ્નો ધોરણ 6, 7, 8 અને ધોરણ-9ના અત્યાર સુધીના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયા હતા. LEARNING OUTCOME કેટલો છે. ભવિષ્યમાં શિક્ષણમાં જરૂરિયાત મુજબ સુધારા કરી શકાય. DIET નવસારીના પ્રચાર્ય અને DIETના રામાણી દ્વારા પરીક્ષા માટે સુંદર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક પરીક્ષામાં ભાગ લીધો હતો.

સમગ્ર પરીક્ષા OMR સીટમાં વિકલ્પની પસંદગી કરી ઘટ્ટ સર્કલ કરવી જવાબની નોંધ કરાવવામાં આવી હતી. દેગામ શાળાના આચાર્ય રાકેશકુમાર ધીવર અને શિક્ષક મિત્રોએ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. શાળાના મેનેજિંગ ટ્રસ્ટી હર્ષદરાય દેસાઈએ શુભકામના પાઠવી હતી. કેમ્પસ ડાયરેક્ટર પરિમલભાઈ દેસાઈએ GAS-3ની પરીક્ષા માટે આવનાર પ્રતિનિધિની મુલાકાત લઈ માહિતી મેળવી પરીક્ષા- સરવે માટે શુભકામના પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...