સાધનકીટનું વિતરણ:ચીખલીના સુખાઈમાં ગરીબ કલ્‍યાણ મેળો યોજાયો, 4 હજારથી વધું લાભાર્થીઓને ચેક, સાધન સહાય વિતરણ

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સુખાઈ ગામ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્‍યાણ મેળો આદિજાતિ વિકાસ અને અન્ન પુરવઠા મંત્રી નરેશ પટેલનાં અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ મેળામાં 4404 લાભાર્થીઓને રૂા.પાંચ કરોડથી વધુ લાભાર્થીઓને ચેક, સાધન સહાય વિતરણ કરવામાં આવ્યાં હતા.

પંચાયતી રાજની આગેકૂચ કોફી ટેબલ બુકનું અનાવરણ
નવસારી જિલ્લા ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ અને નવસારી ધારાસભ્ય પિયુષ દેસાઈ સહિતના મહાનુભાવોના હસ્તે વિવિધ વિભાગોની યોજનાઓના લાભાર્થીઓને સહાયના ચેક તથા સાધનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ગરીબ કલ્યાણ મેળામાં નવસારી જિલ્લામાં ચાર હજારથી વધુ લાભાર્થીઓને પાંચ કરોડથી વધુના ખર્ચે વિવિધ પ્રકારના સાધનકીટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે નવસારી જિલ્લા મિશન મંગલમની એન્ડ્રોઈડ એપલિકેશન અને પંચાયતી રાજની આગેકૂચ કોફી ટેબલ બુકનું અનાવરણ કરવામાં આવ્યું છે.

ધારાસભ્ય સહિતનાઓ ઉપસ્થિત રહ્યા
અન્ન પુરવઠા મંત્રી નરેશ પટેલે જણાવ્‍યું હતું કે, છેવાડાના માનવીને ઘર આંગણે ઘર મળે, તેમનું જીવનધોરણ ઊચું આવે અને બીજા લોકોને યોજનાકીય સહાય મેળવવા પ્રેરણા મળે તેવા આશય સાથે ગરીબ કલ્‍યાણ મેળાઓ યોજવામાં આવે છે. સરકારી સહાય વડે લાભ મેળવી લાભાર્થીઓનેતેમના જીવનમાં આર્થિક બદલાવ આવ્‍યો છે. આ પ્રસંગે નવસારી ધારાસભ્ય પિયુષ દેસાઈ, જિલ્‍લા કલેકટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર સાથે અધિકારી-પદાધિકારીઓ સાથે જન મેદની ઉપસ્થિત રહી હતી.

અન્ય સમાચારો પણ છે...