પોલીસ બની ગણેશભક્તિમાં લીન:નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનમાં ગણેશોત્સવની ઉજવણી, પોલીસકર્મીઓ ગરબે ઘૂમ્યા

નવસારી19 દિવસ પહેલા
  • 9 તારીખે વિસર્જન હોય પોલીસકર્મીઓ દ્વારા આજે વિસર્જન કરવામાં આવ્યું

24x7 ડ્યુટીમાં વ્યસ્ત પોલીસ મોટાભાગે સામાજિક કે ધાર્મિક પ્રસંગોમાં શહભાગી થઈ શકતી નથી.ત્યારે ચીખલી પોલીસ સ્ટેશનમાં સ્થાપિત ગણેશ પ્રતિમાના વિસર્જનમાં પોલીસ કર્મચારીઓ સહિત અધિકારીઓએ રાસડા લીધા હતા.9મી એ ગણેશ વિસર્જન યોજવા જઈ રહ્યું છે ત્યારે તેઓ તે દિવસે બંદોબસ્તમાં વ્યસ્ત હશે.જેથી 7માં દિવસે વિસર્જન કરવામાં આવ્યું હતું.જેમાં ચીખલી પો. સ્ટે સહિતના કર્મીઓ વિસર્જન કાર્યક્રમમાં જોડાયા હતા.આ કાર્યક્રમમાં DYSP સંજય રાય સહિત PIપી.આઈ કે જે ચૌધરી ગરબે ઘૂમ્યા હતા.

બીલીમોરા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ધરમસિંહ પઢેરીયા આ વિસર્જન પ્રક્રિયામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા તેમાં તેઓ લાઠી દાવ રમીને આકર્ષણ જમાવી હતું. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ગંભીર પ્રકારની નોકરી કરતા પોલીસ કર્મીઓ અને અધિકારીઓ લાંબા સમય બાદ હળવા મિજાજમાં જોવા મળ્યા હતા

અન્ય સમાચારો પણ છે...