વિઘ્નહર્તાની વિદાયની વેળા:નવસારીમાં આજે ત્રણ ઓવારા પરથી ગણેશ વિસર્જન ,છ કૃત્રિમ તળાવ તૈયાર

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દાંડીના દરિયા કિનારે ગણેશ વિસર્જનને લઈને તંત્ર દ્વારા બેરીકેટ બનાવવામાં આવ્યું છે. - Divya Bhaskar
દાંડીના દરિયા કિનારે ગણેશ વિસર્જનને લઈને તંત્ર દ્વારા બેરીકેટ બનાવવામાં આવ્યું છે.
  • ડીજે માત્ર મંડપ પૂરતું સિમિત, વિસર્જન યાત્રામાં માત્ર15 ભક્તો જ જોડાઈ શકશે

નવસારી શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગણેશોત્સવ રંગેચંગે ઉજવાયા બાદ અનંત ચૌદશના દિવસે ગણપતિ બાપાની પ્રતિમાના વિસર્જન માટે જિલ્લા પ્રશાસન અને પોલીસ બંદોબસ્ત વચ્ચે પૂરતું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે પ્રતિમા નાની હોય અને કોરોનાના મહામારીમાં સરકારી ગાઈડલાઇન વચ્ચે સવારથી જ ગણેશ ભક્તો મૂર્તિનું વિસર્જન કરવા આવે તેવી ગણેશ સંગઠન દ્વારા અપીલ કરવામાં આવી છે. જોકે ડીજે-નાચગાન માત્ર મંડપ પૂરતું જ મર્યાદિત હોવાનું અને માત્ર 15 ભક્તો વિસર્જન માટે વાહનમાં જઈ શકશે તેવો આદેશ સરકાર તરફથી બહાર પાડવામાં આવ્યો છે.

નવસારી શહેર સહિત સમગ્ર જિલ્લામાં શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન આજે રવિવારે કરવામાં આવશે. જેને પગલે પોલીસ અને પ્રશાસન દ્વારા પૂરતી તૈયારી કરવામાં આવી છે. આ વર્ષે શહેરમાં 500થી વધુ મોટી પ્રતિમા અને 7000 જેટલી નાની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ નવસારી જિલ્લામાં ગણેશ વિસર્જનના બદલે આવન-જાવન માટે રૂટ બદલી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. 1700 જેટલા પોલીસકર્મીની વ્યવસ્થા કરવામાં આવી છે. ગણેશ મંડળ સંગઠન દ્વારા ગણેશ મંડળોને સવારથી જ પ્રતિમાઓનું વિસર્જન કરવા માટે અપીલ કરી છે.

ડીજે, બેન્ડવાજા, અબીલ-ગુલાલની છોળો માત્ર મંડપ અથવા મહોલ્લા પૂરતું જ રહેશે. જાહેરમાં ડીજે-બેન્ડવાજા વગાડી તેમજ લાવી શકાશે નહીં. પૂર્ણાં નદીના કિનારે 3 સ્થળોએ 6 ઓવારા કૃત્રિમ તળાવોની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દાંડીના દરિયા કિનારે બેરીકેટ પણ બનાવાયું છે.

20 સોસા.માં ઇકો ફ્રેન્ડલી શ્રીજીને િવદાય
નવસારીમાં કોરોના મહામારીના પગલે ગત વરસે પ્રતિમાઓનું સ્થાપન જે તે મહોલ્લા, ઘરે કે સોસાયટીમાં જ કરવામાં આવ્યું હતું. જેને લઈ આ વર્ષે પણ 20થી વઘુ ગણેશ મંડળ દ્વારા પોતાના વિસ્તારમાં જ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરી ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાશે.

વિસર્જન વહેલુ કરવા અપીલ કરાઇ
નવસારીમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન બાબતે સરકાર દ્વારા ડીજે, બેન્ડવાજા અને અબીલ-ગુલાલની છોળોની મજા માત્ર મંડપ અને મહોલ્લામાં જ માણી શકાશે. જાહેર રસ્તા પર નહીં.ગણેશ મંડપથી વિસર્જન માટે એક વાહનમાં 15 ભક્ત જ જઈ શકશે. ગણેશ મંડળ દ્વારા વિસર્જન વહેલું કરાય તેવી અપીલ છે. > કનક બારોટ, પ્રમુખ, નવસારી વિભાગ ગણેશ સંગઠન.

જિલ્લામાં 1700 પોલીસ કર્મચારીનો બંદોબસ્ત
નવસારી જિલ્લામાં ગણેશ વિસર્જન નિમિત્તે કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને તે માટે DSP ઋષિકેશ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ 3 DYSP, 7 PI, 26 PSI, 604 પોલીસકર્મી અને 1057 હોમગાર્ડ અને જીઆરડીના જવાનોની નિમણૂંક કરવામાં આવી છે. જિલ્લામાં 1700 જેટલા પોલીસ બંદોબસ્ત સાચવશે.

અન્ય સમાચારો પણ છે...