અગલે બરસ તું જલ્દી આના:નવસારી પૂર્ણા નદી કિનારે ગણેશ ભક્તોએ ભારે હૃદય દોઢ દિવસના ગૌરી ગણેશને વિસર્જિત કર્યા

નવસારી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પીઓપી અને માટીની મૂર્તિ માટે પાલિકાએ અલગ વ્યવસ્થા કરી

નવસારી શહેર અને જિલ્લામાં ધામધૂમપૂર્વક ગણેશ ભક્તોએ શ્રીજી પ્રતિમાને સ્થાપિત કર્યા બાદ આજે દોઢ દિવસના ગૌરી ગણેશ પ્રતિમાનું વિસર્જન પૂર્ણા નદી કિનારે કર્યું હતું જેમાં ભક્તોએ ભારે હૃદય શ્રીજીને વિદાય આપી હતી.

કોરોનાના બે વર્ષ સાદગીથી ઉજવણી કર્યા બાદ આ વર્ષે ગણેશ ભક્તોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર ગણેશ મંડળોમાં ઉજવણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે આમ તો ગણપતિ નું સ્થાપન દોઢ, ત્રણ, પાંચ અને ત્યારબાદ સીધા નવ દિવસ માટે કરવામાં આવે છે. ત્યારે કેટલાક ગણેશ ભક્તોએ બાધાના ગૌરી ગણેશ દોઢ દિવસ માટે પોતાના ઘરે અને મંડળમાં પ્રસ્થાપિત કર્યા બાદ આજે બાપાને જય ગણેશ ના નાદ સાથે પૂર્ણ નદી કિનારે વિસર્જિત કર્યા છે.

નદી કિનારે પહોંચ્યા બાદ ભક્તો આરતી પૂજન કરીને બાપાને વિદાય આપી છે. દોઢ દિવસ માટે ગૌરી ગણેશનું વિસર્જનનું પણ અનેરૂ મહત્વ છે. ત્યારે મોટી સંખ્યામાં ગણેશ ભક્તોએ વિધિપૂર્વક વિસર્જનની પ્રક્રિયામાં ભાગ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...