તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અસ્તિત્વની લડાઈ:ઐતિહાસિક દાંડીના સાક્ષી એવા ગાંધીસ્મૃતિ રેલવે સ્ટેશન પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે મજબૂર

નવસારી12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તંત્રની બેદરકારીથી રેલવે સ્ટેશન શોભાના ગાંઠિયા સમાન બન્યું

હાલમાં જ્યારે આઝાદી અમૃત મહોત્સવની ઉજવણી પૂરજોશમાં શરૂ થઈ છે. અને નવસારીમાં દાંડી યાત્રાના સમાપન કાર્યક્રમમાં વિશેષ કેન્દ્રિય મિનિસ્ટર અને બીજા મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. ત્યારે સમગ્ર નવસારીને રોશનીના ઝગમગાટ સાથે દાંડી યાત્રાના સમાપન પર્વે સજાવવામાં આવ્યું છે. પણ વાત કરવી છે ઐતિહાસિક દાંડીના સાક્ષી એવા ગાંધીસ્મૃતિ રેલવે સ્ટેશનની જે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે ઝઝૂમી રહ્યું છે.

રેલવે ફાટક ગાંધીજીના ધરપકડનું સાક્ષી છે

અંગ્રેજોએ નમક સત્યાગ્રહ કરવા બદલ ગાંધીબાપુની ધરપકડ કરીને ફ્રન્ટીયર મેલ મારફતે પુણેના યરવડા જેલ લઈ ગયા હતા. ત્યારે આ રેલવે સ્ટેશન ગાંધીજીના ધરપકડનું સાક્ષી છે. એવામાં ગત યુપીએ સરકાર વખતે રેલવે સ્ટેશનના ડેવલેપમેન્ટની જાહેરાત કરી હતી. અને તેની જાળવણી કરવા માટે પણ સૂચનાઓ આપી હતી. પણ સમય જતાં આ રેલવે સ્ટેશન શોભાના ગાંઠિયા સમાન બની રહ્યું છે. સ્ટેશન પર કોરોનાકાળ પહેલા એકલદોકલ લોકલ ટ્રેનો ઉભી રહેતી હતી. જેમાં ન તો કોઈ પેસેન્જર ઉતરે છે કે ન ચડે છે.

રેલવે સ્ટેશન માત્ર ઔપચારિકતા ખાતર બનાવવામાં આવ્યું

સરકાર આ સ્ટેશન પર ગાંધીજીની યાદો સાથે જોડાયેલા મોન્યુમેન્ટ કે સ્ટેશનને આકર્ષણનું કેન્દ્ર બનાવવામાં અસફળ રહી છે. દાંડીમાં મેમોરીયલ તો બનાવવામાં આવ્યું છે. જેમાં નમક સત્યાગ્રહની ઝાંખી કરાવતાં દ્રશ્યો વિઝ્યુઅલ ઈફેક્ટ તમામ સત્યાગ્રહના મોન્યુમેન્ટ સહિત વિવિધ આકર્ષણના કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. પણ તેની સામે ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન માત્ર ઔપચારિકતા ખાતર બનાવવામાં આવ્યું હોય તેવી રીતે શોભાના ગાંઠિયા સમાન ઉભુ છે.

રેલવે સ્ટેશનને નવી ઓળખ આપવામાં કોઇ કામગીરી થઇ શકી નથી

20 વર્ષ પહેલા રાજ્યસભાના સાંસદ છોટુ પટેલ દ્વારા આ સ્ટેશનના ઉત્થાન માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જેને લઇને સ્ટેશનને નવી ઓળખ મળી હતી અને અહીં ટ્રેન થોભવાની શરૂઆત થઇ હતી. પંદર વર્ષ પહેલાં રેલવે સલાહકાર સમિતિમાં સ્થાન પામેલા જશુ નાયકના જણાવ્યા મુજબ તેમણે પણ આ રેલવે સ્ટેશન ગાંધીજીના સત્યાગ્રહની યાદો સાથે જોડાઈને એક નવા સ્વરૂપે પ્રવાસીઓને ભેટ મળે તે માટેના પ્રયત્નો કર્યા હતા. પણ કેન્દ્રિય નેતાગીરી સામે સ્થાનિક નેતાગીરી નબળી પડતાં સ્ટેશન નવનિર્માણમાં અને તેની નવી ઓળખ આપવામાં કોઇ કામગીરી થઇ શકી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો