ગાંધી બાપુની સ્મૃતિ સુમસાન:ફ્લાય ઓવર બ્રિજ બનતા નવસારીનું ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન સુમસાન

નવસારી15 દિવસ પહેલા
  • 5મી મે 1930ના દિવસે અંગ્રેજો દ્વારા ગાંધી બાપુની ધરપકડ કરાઇ હતી
  • જ્યાથી ટ્રેનમાં બેસાડીને પૂણે લઇ જવાયા ત્યાં ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન બનાવાયું છે

5મી મે 1930ના દિવસે અંગ્રેજો દ્વારા ગાંધી બાપુની ધરપકડ કરાઇ હતી અને હાલના ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન પર બાપુને રાખવામાં આવ્યા હતા. જ્યાથી ફ્રન્ટીયર મેલ ટ્રેન રોકીને વહેલી સવારે બાપુને ટ્રેનમાં બેસાડી પૂણેની યરવડા જેલમાં લઈ જવામાં આવ્યા હતા. સરકારે આ ઐતિહાસિક ઘટનાને પગલે ત્યાં ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું હતું અને લોકલ ટ્રેનોને સ્ટોપેજ પણ આપ્યું હતું, પરંતુ હાલમાં ત્યાં રેલવે ફ્લાય ઓવર બ્રિજ બનતા આ રેલ્વે સ્ટેશન સુમસાન ભાસી રહ્યું છે.

1930માં ગાંધીજીએ દાંડીકૂચ કરીને અંગ્રેજો સામે સત્યાગ્રહ આંદોલન કરી આઝાદી માટેનું રણશિંગુ ફુક્યું હતુ. એ પછી તેની જ્વાળા સમગ્ર દેશમાં ફરી વળી અને આખરે અંગ્રેજોએ દેશ છોડતા આઝાદી મળી. આપણી આઝાદીનો પાયો દાંડીમાં નંખાયો. ગાંધીજીની દાંડીકૂચ બાદ તેમની ધરપકડ કરાઇ હતી. તે સ્થળ આજે સૂમસામ ભાસી રહ્યું છે.

અંગ્રેજોએ મહાત્મા ગાંધીજીને દાંડીથી પકડી 5મી મે 1930ના રોજ ફ્રન્ટીયર મેલ ટ્રેન થોભાવી પૂણે લઈ ગયા. જ્યાંથી તેમને ટ્રેનમા બેસાડાયા તે સ્થળનું નામ ગાંધીજીની યાદમાં 'ગાંધી સ્મૃતિ ફાટક' રાખવામાં આવ્યું હતું. તેમની યાદમાં બનાવાયેલા સ્મારકની હવે ઇતિહાસમા જ દફન થઇ જાય તેવી સ્થિતિ ઉભી થઇ છે. રેલવે ફ્લાય ઓવર બ્રિજ બનતા બાપુના ધરપકડનું સાક્ષી એવું ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન સૂમસામ ભાસી રહ્યું છે.

શહેરના બુદ્ધિજીવી અને કેન્દ્ર સરકારના મયનોરિટિ સેલમાં પારસીઓના પ્રતિનિધિ એવા કેરસી દેબુંના જણાવ્યા મુજબ, ગાંધીબાપુની ધરપકડના સાક્ષી આ સ્થળને પાછળથી ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન તરીકે વિકસાવવામાં આવ્યું હતું. ત્યારે તંત્ર દ્વારા અહીં ગાંધી બાપુની પ્રતિમા સહિત તેમની યાદગીરી રૂપે ચિત્રો અંકિત કરવામાં આવે અને આ સ્ટેશનને જીવંત રાખવામાં આવે તે સમયની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...