સહકારી ક્ષેત્રે યોજાતી ચુંટણીઓમાં સામાન્ય રીતે રાજકીય પક્ષો ભાગ લેતા નથી પરંતુ છેલ્લા થોડા સમયથી રાજકીય પાર્ટીઓ પણ પોતાના ઉમેદવારોને મેન્ડેડ આપતી થઈ છે જેને કારણે સહકારી ક્ષેત્રે જેવા ક્ષેત્રની માં પણ રાજકારણ જોવા મળતા ભાજપ કોંગ્રેસનો પ્રવેશ થતાં સામાન્ય ચૂંટણી જેવો જ માહોલ સહકારી ક્ષેત્રમાં પણ જોવા મળે છે.
આવતી કાલે થી ગણદેવી પીપલ્સ ઓપરેટિવ બેંકની ડિરેક્ટરો માટેની ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે ચીખલી ગણદેવી અમલસાડ બીલીમોરા બાદ હવે નવસારી શહેરના સભાસદો પણ પ્રથમ વખત મત આપશે. રાજકીય પાર્ટીનો ઉમેદવારો સભાસદોના ઘરે જઈને તેમને મતદાન કરવા અંગે જાગૃત કરી રહ્યા છે. સહકારી ક્ષેત્રની બેંકની આ ચૂંટણીમાં વિવિધ ઝોન બનાવવામાં આવ્યા છે જેમાં ગણદેવી બીલીમોરા ચીખલી અમલસાડ બાદ હવે નવસારી શહેરનો પણ ચૂંટણીમાં સમાવેશ થયો છે જેમાં સૌથી રસપ્રદ પરિણામ અમલસાડ નવસારી વિભાગનું જોવામાં આવે છે.
નવસારી જિલ્લાની એકમાત્ર અને પોતીકી કહી શકાય એવી ધી ગણદેવી પીપલ્સ કો ઓપરેટીવ બેંક લિ. ની આવતીકાલે 5 માર્ચે યોજાનારી સમાન્ય ચુંટણીમાં 17 બેઠકો માટે 43 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે સહકારી ક્ષેત્રની બેંકમાં પ્રથમવાર ભાજપે ચુંટણી જંગમાં 17 ઉમેદવારોને મેન્ડેટ આપી પોતાની પેનલ ઉતારી છે, જેને લઇને બેંકના રાજકારણમાં ગરમાટો આવ્યો છે.
ગાયકવાડી રાજમાં ગણદેવી પંથકમાં ચાલતા ગૃહ ઉદ્યોગોમાં હાથ વણાટ ઉદ્યોગ મુખ્ય હતો. ત્યારે વર્ષ 1929 માં વણાટ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોએ ગણદેવી તાલુકા સહકારી બેંક શરૂ કરી હતી. જેને આઝાદી બાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ આધારિત વર્ષ 1951 માં ધી ગણદેવી પીપલ્સ કો ઓપરેટીવ બેંક લિ. નામકરણ સાથે 1 લાખ રૂપિયાથી શરૂ થયેલી બેંક આજે નવસારી જિલ્લાની એક માત્ર પોતીકી બેંક બની રહી છે. આર્થિક ક્ષેત્રે સતત વિસ્તરી રહેલી ધી ગણદેવી પીપલ્સ કો. ઓપરેટીવ બેંકના બોર્ડ ઓફ ડિરક્ટર્સની સામાન્ય ચુંટણી 5 માર્ચે યોજાવા જઈ રહી છે. જેમાં બેંકના નોંધાયેલા 24 હજાર સભાસદો બેંકના 17 ડિરેક્ટર માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સહકારી ક્ષેત્રની ગણદેવી પીપલ્સ બેંકની ચુંટણીમાં કુલ 34 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જેમાં બેંકના 94 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર ભાજપે 17 ઉમેદવારોની પોતાની પેનલ ચુંટણી મેદાનમાં ઉતારતા રાજકારણમાં ગરમાટો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ભાજપ ચુંટણીમાં ઉતરતા જ ભાજપ સાથે જોડાયેલા કાર્યકર્તાઓ સક્રિય થયા છે અને ચુંટણી જંગ જીતવા મથી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.